WEBVTT 00:00:00.000 --> 00:00:03.000 આજે હું વધારે બચત કરવા વિષે વાત કરીશ, 00:00:03.000 --> 00:00:06.000 પણ આજે નહીં, આવતીકાલે. 00:00:06.000 --> 00:00:08.000 હું વાત કરીશ 'આવતી કાલે વધારે બચત કરો' વિષે. 00:00:08.000 --> 00:00:10.000 આ, મેં અને શીકાગો યુનિવર્સીટીના રીચર્ડ થૅલરે, 00:00:10.000 --> 00:00:12.000 આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં 00:00:12.000 --> 00:00:15.000 બનાવેલ પ્રોગ્રામ છે. 00:00:15.000 --> 00:00:17.000 પ્રોગ્રામ, એક અર્થમાં, 00:00:17.000 --> 00:00:19.000 સ્ટીરૉઇડ પર મુકાયેલ નાણાકીય વર્તણૂંકનું 00:00:19.000 --> 00:00:21.000 ઉદાહરણ છે -- 00:00:21.000 --> 00:00:24.000 આપણે નાણાકીય વર્તણૂંકનો કઇ રીતે ઉપયોગ કરી શકીએ. 00:00:24.000 --> 00:00:27.000 હવે તમે પૂછ્શો કે આ નાણાકીય વર્તણૂક વળી શું છે? 00:00:27.000 --> 00:00:30.000 ચાલો આપણે આપણા પૈસાની વ્યવસ્થા કઇ રીતે કરીએ છીએ તે વિચારીએ. 00:00:30.000 --> 00:00:33.000 શરૂઆત કરીએ લૉનથી. 00:00:33.000 --> 00:00:35.000 એ પ્રમાણમાં નવો વિષય છે, 00:00:35.000 --> 00:00:37.000 યુ. એસ.માં તો ખાસ. 00:00:37.000 --> 00:00:39.000 મોટા ભાગના લોકો 00:00:39.000 --> 00:00:42.000 પોતાને જેટલું પરવડે તે પૈકી સહુથી મોટાં ઘરથી 00:00:42.000 --> 00:00:45.000 પણ થોડું મોટું જ ઘર ખરીદતાં હોય છે, 00:00:45.000 --> 00:00:48.000 અને તેને માટેની લૉન લઇ પાડતા હોય છે. 00:00:48.000 --> 00:00:50.000 અને પછી તેઓ બૅન્કોને ભાંડે છે 00:00:50.000 --> 00:00:53.000 કે ક્યા વેરીઓએ તેમની આ લૉન મંજૂર કરી આપી. NOTE Paragraph 00:00:53.000 --> 00:00:55.000 આપણે આપણાં જોખમોને પણ 00:00:55.000 --> 00:00:57.000 કઇ રીતે મૅનૅજ કરીએ છીએ તે પણ જોઇએ -- 00:00:57.000 --> 00:00:59.000 દા.ત. શેર માર્કેટમાં રોકાણો 00:00:59.000 --> 00:01:02.000 બે વર્ષ, ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલાં 00:01:02.000 --> 00:01:04.000 બજાર સારાં હતાં. 00:01:04.000 --> 00:01:07.000 અને આપણે પણ જોખમ ખેડનાર તો હતા જ. 00:01:07.000 --> 00:01:09.000 અને પછી શૅર બજાર બેસી જાય 00:01:09.000 --> 00:01:11.000 અને આપણે બોલી ઉઠીએ ,"અરે. 00:01:11.000 --> 00:01:14.000 તેઓ આ નુકસાનને લાગણીથી જૂએ 00:01:14.000 --> 00:01:17.000 અને માને કે આ તો આપણે ખરેખર 00:01:17.000 --> 00:01:20.000 બજાર જ્યારે ઉપર જતાં હતાં અને 00:01:20.000 --> 00:01:22.000 જે માનતા હતા તેનાથી જૂદું જ છે." 00:01:22.000 --> 00:01:25.000 એટલે આપણે જોખમ લેવાની વાત આવે ત્યારે 00:01:25.000 --> 00:01:27.000 કદાચ બહુ સારૂં નથી કરી રહ્યા. NOTE Paragraph 00:01:27.000 --> 00:01:30.000 તમારામાંથી કેટલા પાસે આઇફોન છે? 00:01:30.000 --> 00:01:33.000 છે કોઇ? બહુ સરસ. 00:01:33.000 --> 00:01:36.000 હું શરત લગાવવા તૈયાર છું કે તમારામાંથી 00:01:36.000 --> 00:01:39.000 મોટા ભાગના આઇફિનનો વિમો લેતા હશે-- 00:01:39.000 --> 00:01:42.000 લંબાવેલ વૉરન્ટી લઇને આડકતરી રીતે તમે તેનો વિમો જ લો છો ને. 00:01:42.000 --> 00:01:44.000 ધારો કે તમારો આઇફૉન ખોવાઇ જાય તો? 00:01:44.000 --> 00:01:46.000 આ પમાણે તમે કરશો? 00:01:46.000 --> 00:01:48.000 તમારાંમાંથી કેટલાંને બાળકો છે? 00:01:48.000 --> 00:01:50.000 છે કોઇ અહીં એવું? 00:01:50.000 --> 00:01:52.000 તમારા હાથ ઉંચા રાખજો 00:01:52.000 --> 00:01:55.000 જો તમારી પાસે પૂરતો જીવન વિમો હોય તો. 00:01:55.000 --> 00:01:57.000 હવે હું ઘણા હાથ નીચે થતા જોઇ રહ્યો છું 00:01:57.000 --> 00:01:59.000 હું એવી ગણત્રી કરૂં કે 00:01:59.000 --> 00:02:01.000 જો તમે રજૂઆતપ્રદ નમુનો હો, 00:02:01.000 --> 00:02:03.000 તો તમારામાંથી ઘણા 00:02:03.000 --> 00:02:06.000 તમને બાળકો હશે તો પણ પોતાનાં જીવનને બદલે, 00:02:06.000 --> 00:02:08.000 આઇફૉનનો વિમો કરાવતા હશે. 00:02:08.000 --> 00:02:11.000 વિમાની વાત આવે ત્યારે આપણે ઢીલા પડતા જ્ણાઇએ છીએ. NOTE Paragraph 00:02:11.000 --> 00:02:15.000 એક સરેરાશ અમૅરીકન કુટુંબ 00:02:15.000 --> 00:02:18.000 વર્ષે ૧૦૦૦ $ 00:02:18.000 --> 00:02:20.000 લૉટરી પાછળ ખર્ચે છે. 00:02:20.000 --> 00:02:23.000 હું જાણું છું કે આ વાત હાસ્યાપદ લાગે છે. 00:02:23.000 --> 00:02:26.000 તમારામાંના કેટલા વર્ષે ૧૦૦૦ ડૉલર લૉટરી પાછળ ખર્ચે છે? 00:02:26.000 --> 00:02:28.000 કોઇ નહીં. 00:02:28.000 --> 00:02:31.000 એટલે કે આ રૂમમાં હાજર નથી તેવા લોકો 00:02:31.000 --> 00:02:33.000 ૧૦૦૦ કરતાં વધારે ખર્ચે છે 00:02:33.000 --> 00:02:36.000 જેથી સરેરાશ ૧૦૦૦ની આવી રહે. 00:02:36.000 --> 00:02:38.000 ઓછી આવકવાળા લોકો 00:02:38.000 --> 00:02:42.000 લૉટરી પાછળ ૧૦૦૦ ડૉલરથી ઘણા વધારે ખર્ચે છે. 00:02:42.000 --> 00:02:44.000 તો આ બધાંનો શું અર્થ કાઢીશું? 00:02:44.000 --> 00:02:47.000 આપણે નાણાંની વ્યવસ્થા કરવામાં ઉણા ઉતરીએ છીએ. NOTE Paragraph 00:02:47.000 --> 00:02:50.000 નાણાકીય વર્તણૂક એ એક રીતે મનોવિજ્ઞાન અને 00:02:50.000 --> 00:02:52.000 અર્થશાસ્ત્રનું મિશ્રણ છે, 00:02:52.000 --> 00:02:54.000 જેના વડે આપણે નાણાની બાબતોમાં 00:02:54.000 --> 00:02:56.000 જે ભૂલો કરીએ છીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 00:02:56.000 --> 00:02:58.000 હું બાકીની ૧૨ મિનિટ અને ૫૩ સેકંડ સુધી 00:02:58.000 --> 00:03:02.000 સતત અહીં ઉભીને આપણે જે રીતે નાણાંની વ્યવસ્થા કરીએ છીએ તેના પર 00:03:02.000 --> 00:03:04.000 અનેક પ્રકારની મજાક 00:03:04.000 --> 00:03:06.000 કરતો રહી શકું છું 00:03:06.000 --> 00:03:09.000 અને અંતે તમે પૂછશો," આપણે લોકોની શું મદદ કરી શકીએ?" 00:03:09.000 --> 00:03:12.000 બસ, મારી આજની વાતનો ઉદ્દેશ્ય આ જ છે. 00:03:12.000 --> 00:03:14.000 લોકો નાણાં અંગે જે ભૂલો કરે છે 00:03:14.000 --> 00:03:17.000 તેને સમજી અને પછીથી 00:03:17.000 --> 00:03:20.000 વર્તણુકના પડકારોને વર્તણૂકનાં નિરાકરણોમાં 00:03:20.000 --> 00:03:22.000 શી રીતે ફેરવી શકીએ? 00:03:22.000 --> 00:03:24.000 આજે હું "આવતીકાલથી વધારે બચત કરો" વિષે 00:03:24.000 --> 00:03:26.000 વાત કરીશ. NOTE Paragraph 00:03:26.000 --> 00:03:28.000 હું બચત બાબતે 00:03:28.000 --> 00:03:30.000 ચર્ચા કરવા માંગું છું. 00:03:30.000 --> 00:03:32.000 આપણે સ્ક્રીનપર 00:03:32.000 --> 00:03:34.000 દ્રષ્ટાંતરૂપ ઉદાહરણીય ૧૦૦ અમૅરીકન 00:03:34.000 --> 00:03:36.000 જોઇ રહ્યા છીએ. 00:03:36.000 --> 00:03:39.000 આપણે ખાસ તો તેમની બચત અંગેની વર્તણૂક જોઇશું. 00:03:39.000 --> 00:03:41.000 સહુથી પહેલાં તો ધ્યાન પર લાવવા જેવું 00:03:41.000 --> 00:03:43.000 એ છે કે,તેમાંના અડધા 00:03:43.000 --> 00:03:45.000 ૪૦૧(ક) પ્લાનમાં 00:03:45.000 --> 00:03:47.000 આવરી નથી લેવાયા. 00:03:47.000 --> 00:03:50.000 તેઓ સહેલાઇથી બચત કરી શકે તેમ નથી. 00:03:50.000 --> 00:03:53.000 તેમના પગારમાંથી સીધા જ ૪૦૧(ક) પ્લાનમાં 00:03:53.000 --> 00:03:55.000 તેઓ જૂએ તે પહેલાં જ કે 00:03:55.000 --> 00:03:57.000 અડકી શકે તે પહેલાં જ 00:03:57.000 --> 00:03:59.000 બચત જમા નથી થઇ શકતી. 00:03:59.000 --> 00:04:02.000 અને બાકીના અડધાની શું પરિસ્થિતિ છે? 00:04:02.000 --> 00:04:05.000 તેમાંના કેટલાક તો બચત ન કરવાનું પસંદ કરે છે. 00:04:05.000 --> 00:04:07.000 તેઓ થોડા આળસુ છે. 00:04:07.000 --> 00:04:10.000 તેઓ જટીલ વૅબસાઇટપર જઇને ૪૦૧(ક) પ્લાનમાં જોડાવા માટે 00:04:10.000 --> 00:04:13.000 ૧૭ વખત ક્લિક કરવાની મહેનત કરવામાં માનતા નથી. 00:04:13.000 --> 00:04:15.000 તેમણે તો એ પણ નક્કી કરવાનું રહે છે કે ૫૨ વિક્લ્પોમાંથી 00:04:15.000 --> 00:04:17.000 તેમણે ક્યાં રોકાણ કરવું, 00:04:17.000 --> 00:04:21.000 જ્યારે કે તેમણે નાણા બજાર ફંડ વિષે કશું સાંભળ્યું પણ નથી. 00:04:21.000 --> 00:04:23.000 એટલે તેઓ એટલા મુંઝાઇ જાય છે કે તેઓ જોડાવાનું જ માંડી વાળે છે. 00:04:23.000 --> 00:04:28.000 આમ, કેટલા લોકો ૪૦૧(ક)ના પ્લાનમાં રોકાણ કરી શકે છે? 00:04:28.000 --> 00:04:31.000 ત્રીજા ભાગના અમેરીકન. 00:04:31.000 --> 00:04:33.000 બાકીના બે તૃતીયાંશ હજૂ સુધી રોકાણ કરતા નથી. NOTE Paragraph 00:04:33.000 --> 00:04:35.000 શું તેઓ પૂરતું રોકાણ કરે છે ખરાં? 00:04:35.000 --> 00:04:37.000 જે લોકો બહુ ઓછું બચાવી શકતા હોય 00:04:37.000 --> 00:04:39.000 તેમને જૂદા તારવીએ. 00:04:39.000 --> 00:04:41.000 દસમાંથી એક 00:04:41.000 --> 00:04:44.000 પૂરતી બચત કરે છે. 00:04:44.000 --> 00:04:46.000 દસમાંથી નવ તો 00:04:46.000 --> 00:04:49.000 ક્યાં તો તેમના ૪૦૧(ક) પ્લાન દ્વારા બચત કરી નથી શકતા, 00:04:49.000 --> 00:04:52.000 કે બચત કરવી કે ન કરવી તે નક્કી નથી કરી શકતા 00:04:52.000 --> 00:04:55.000 કે પછી પૂરતી બચત કરી નથી શકતા. 00:04:55.000 --> 00:04:57.000 આપણે એમ પણ માનીએ છીએ કે 00:04:57.000 --> 00:04:59.000 લોકો વધારે પડતી બચત કરે છે. 00:04:59.000 --> 00:05:01.000 ચાલો, તે અંગે પણ વિચારીએ. 00:05:01.000 --> 00:05:03.000 આપણે એક વ્યક્તિ - 00:05:03.000 --> 00:05:06.000 આમ તો, આપણે તેને અડધામાં વેતરી નાખીશું 00:05:06.000 --> 00:05:09.000 કારણ કે તે તો ૧% પણ નથી થતું. 00:05:09.000 --> 00:05:12.000 લગભગ અડધો ટકો અમેરીકન જ 00:05:12.000 --> 00:05:17.000 એવું માને છે કે તેઓ વધારે પડતી બચત કરે છે. NOTE Paragraph 00:05:17.000 --> 00:05:19.000 આપણે તેનું શું કરીશું? 00:05:19.000 --> 00:05:21.000 હું તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માગું છું. 00:05:21.000 --> 00:05:23.000 આપણે એ સમજવાનું છે કે 00:05:23.000 --> 00:05:25.000 લોકો શા માટે બચત નથી કરતાં, 00:05:25.000 --> 00:05:27.000 અને પછી શક્ય છે કે આપણે તે 00:05:27.000 --> 00:05:29.000 વર્તણૂકના પડકારને 00:05:29.000 --> 00:05:31.000 વર્તણૂકના ઉપાયોમાં ફેરવી નાખી શકીએ, 00:05:31.000 --> 00:05:34.000 અને પછી તેની તાકતનો પરચો કરીએ. 00:05:34.000 --> 00:05:36.000 આપણે થોડીવાર માટે એક આડ વાત કરીએ 00:05:36.000 --> 00:05:38.000 જેનાવડે આપણે એવા પડકારો -વર્તણૂકના પડકારો-ની 00:05:38.000 --> 00:05:41.000 સમસ્યાને ખોળી કાઢવાની છે, 00:05:41.000 --> 00:05:43.000 જે લોકોને બચત કરતાં રોકે છે. 00:05:43.000 --> 00:05:47.000 હું કેળાં અને ચૉકલૅટની આડ વાત કરવા માગું છું. NOTE Paragraph 00:05:47.000 --> 00:05:50.000 ધારો કે આવતે અઠવાડીયે એક વધુ રસપ્રદ ટીઇડી કાર્યક્રમ હોય. 00:05:50.000 --> 00:05:52.000 અને તેના વિરામ દરમ્યાન 00:05:52.000 --> 00:05:54.000 નાસ્તો રાખવામાં આવ્યો હોય 00:05:54.000 --> 00:05:56.000 જેમાં તમારે કેળાં અથવા તો ચૉકલૅટની પસંદગી કરવાની હોય. 00:05:56.000 --> 00:05:59.000 તમને શું લાગે છે કે ટીઈડીના તે કાલ્પનીક કાર્યક્રમમાં 00:05:59.000 --> 00:06:01.000 તમારામાંનાં કેટલાં કેળાં પસંદ કરશે? 00:06:01.000 --> 00:06:03.000 કેળાં કોણ પસંદ કરશે? 00:06:03.000 --> 00:06:05.000 સરસ. 00:06:05.000 --> 00:06:07.000 હું વૈજ્ઞાનિકરીતે આગાહી કરીશ કે 00:06:07.000 --> 00:06:10.000 તમારાંમાંનાં ૭૪ % કેળાં પસંદ કરશે. 00:06:10.000 --> 00:06:14.000 એટલે કે એક બહુ જ રસપ્રદ અભ્યાસ મુજબ તે આગાહી કરી શકાય. 00:06:15.000 --> 00:06:18.000 અને પછીથી દિવસો ગણતા જાઓ 00:06:18.000 --> 00:06:22.000 અને જૂઓ કે લોકો શું ખાવાનું પસંદ કરે છે. 00:06:23.000 --> 00:06:26.000 જે લોકો પોતાને કેળાં ખાતાં કલ્પતાં હતાં 00:06:26.000 --> 00:06:28.000 તેઓ અઠવાડીયાં પછી 00:06:28.000 --> 00:06:30.000 ચૉકલૅટ 00:06:30.000 --> 00:06:32.000 ખાતાં જોવાં મળશે. NOTE Paragraph 00:06:32.000 --> 00:06:34.000 ભવિષ્ય માટે 00:06:34.000 --> 00:06:37.000 સ્વ-નિયંત્રણ એ કંઇ મુશ્કેલ નથી. 00:06:37.000 --> 00:06:39.000 આ અત્યારે પ્રશ્ન એટલે લાગે છે કે 00:06:39.000 --> 00:06:43.000 જ્યારે ચૉકલૅટ આપણી બાજૂમાં હોય. 00:06:43.000 --> 00:06:46.000 પણ, આ રાજીપાસાથે સમય અને બચતને 00:06:46.000 --> 00:06:49.000 શું લેવાદેવા? 00:06:49.000 --> 00:06:53.000 અથવા, અર્થશાસ્ત્રીઓ જેને વર્તમાન પક્ષપાત કહે છે. 00:06:53.000 --> 00:06:55.000 આપણે બચતનો વિચાર કરીએ. આપણે જાણીએ છીએ કે બચત કરવી જોઇએ. 00:06:55.000 --> 00:06:58.000 આપણે તો તે આવતે વર્ષે કરીશું, અત્યારે ચાલો વાપરી નાખીએ. 00:06:58.000 --> 00:07:00.000 નાતાલ નજદીક જ છે, 00:07:00.000 --> 00:07:03.000 આપણે જેમને ઓળખીએ છે તેઓેમાટે બહુ બધી ભેટ ખરીદવાનું વિચારતાં હોઇએ છીએ 00:07:03.000 --> 00:07:07.000 આપણી હાલની માન્યતા 00:07:07.000 --> 00:07:09.000 આપણને બચત કરવા પ્રેરે છે, 00:07:09.000 --> 00:07:11.000 પરંતુ, અંતે તો આપણે ખર્ચીને જ રહીએ છીએ. NOTE Paragraph 00:07:11.000 --> 00:07:13.000 હવે આપણે 00:07:13.000 --> 00:07:15.000 બચતને અવરોધતાં બીજાં એક વર્તણુકનાં પરીબળ, 00:07:15.000 --> 00:07:17.000 નિષ્ક્રીયતા,વિષે વાત કરીએ. 00:07:17.000 --> 00:07:19.000 પરંતુ ફરી એક વાર, 00:07:19.000 --> 00:07:22.000 અંગનાં દાનની, આડ વાત કરીશું. 00:07:22.000 --> 00:07:25.000 જુદા જુદા દેશોની તુલનાનો એક રસપ્રદ અભ્યાસ 00:07:25.000 --> 00:07:28.000 આપણે બે એક સરખા દેશો - જર્મની અને ઑસ્ટ્રીયા -ની 00:07:28.000 --> 00:07:31.000 સરખામણી કરીશું. 00:07:31.000 --> 00:07:33.000 હવે ધારો કે તમે 00:07:33.000 --> 00:07:35.000 જર્મનીમાં અંગનું દાન કરવા માગો છો -- 00:07:35.000 --> 00:07:37.000 ભગવાન ન કરે કે તમારીસાથે 00:07:37.000 --> 00:07:39.000 કંઇ અઘટીત બને -- 00:07:39.000 --> 00:07:42.000 જ્યારે તમે તમારૂં ડ્રાઇવીંગ લાયસન્સ કે ઓળખપત્રની અરજી કરતા હો, 00:07:42.000 --> 00:07:44.000 ત્યારે આ ચોકઠાં પર નિશાન કરવાનું રહે છે, 00:07:44.000 --> 00:07:46.000 "હું મારાં અંગનું દાન કરવા માગું છું." 00:07:46.000 --> 00:07:48.000 ઘણા લોકોને આ રીતે ચોકઠાં પર નિશાન કરવાનું ગમતું નથી. 00:07:48.000 --> 00:07:50.000 તે માટે પ્રયત્ન કરવો પડે છે. વિચારવું પડે છે. 00:07:50.000 --> 00:07:53.000 ૧૨ % જ આમ કરે છે. 00:07:53.000 --> 00:07:56.000 ઑસ્ટ્રીયા, તેનો પડોશી દેશ, 00:07:56.000 --> 00:07:58.000 થોડો થોડો સરખો, થોડો થોડો અલગ. 00:07:58.000 --> 00:08:00.000 અને તફાવત પણ કેવો? 00:08:00.000 --> 00:08:02.000 એટલે કે, તમારી પાસે હજૂ પણ પસંદગીનો અવકાશ છે. 00:08:02.000 --> 00:08:04.000 તમારે નક્કી કરવાનું છે કે 00:08:04.000 --> 00:08:07.000 તમારે અંગ દાન કરવું છે કે નહીં. 00:08:07.000 --> 00:08:09.000 પરંતુ, જ્યારે તમને ડ્રાઇવીંગ લાયસન્સ મળે ત્યારે, 00:08:09.000 --> 00:08:11.000 ચોકઠાંમાં નિશાન કરવાનું રહે છે 00:08:11.000 --> 00:08:15.000 જો તમે અંગદાન ન કરવા માગતાં હો તો. 00:08:15.000 --> 00:08:17.000 જો કે, કોઇપણ ચોકઠામાં નિશાન કરતું નથી. 00:08:17.000 --> 00:08:19.000 જાણે તેમાં બહુ મહેનત પડતી હોય. 00:08:19.000 --> 00:08:22.000 એક % લોકો જ ચોકઠાંમાં નિશાન કરે છે.બાકીના કંઇ જ કરતા નથી. 00:08:22.000 --> 00:08:24.000 કંઇ પણ ન કરવું તે સામાન્ય વાત છે. 00:08:24.000 --> 00:08:27.000 મોટા ભાગના લોકો ચોકઠાંમાં નિશાની કરતાં નથી. NOTE Paragraph 00:08:27.000 --> 00:08:29.000 આની દાન માટે ઉપલબ્ધ અંગ 00:08:29.000 --> 00:08:31.000 અને જીંદગી બચાવવાપર 00:08:31.000 --> 00:08:34.000 શું અસર થતી હશે? 00:08:34.000 --> 00:08:36.000 જર્મનીમાં ૧૨% લોકો ચોકઠાંમાં નિશાની કરે છે. 00:08:36.000 --> 00:08:39.000 એટલે કે ૧૨% લોકો અંગ દાન કરે છે. 00:08:39.000 --> 00:08:41.000 એનો અર્થ એ કે ન કરે નારાયણ અને, ક્યાંક તમને જ 00:08:41.000 --> 00:08:43.000 જરૂર પડી તો,અંગની તિવ્ર અછત હશે. 00:08:43.000 --> 00:08:46.000 ઑસ્ટ્રીયામાં પણ કોઇ ચોકઠાંમાં નિશાની તો કરતું જ નથી. 00:08:46.000 --> 00:08:49.000 એટલે, ૯૯% લોકો 00:08:49.000 --> 00:08:51.000 અંગ દાન કરે છે. 00:08:51.000 --> 00:08:53.000 નિષ્ક્રીયતા, કામ કરવાનો અભાવ. 00:08:53.000 --> 00:08:55.000 જો કોઇ જ કશું જ ન કરે, 00:08:55.000 --> 00:08:57.000 આળસ જ કરતાં રહે, ચોકઠાંઓમાં નિશાની ન જ કરે, 00:08:57.000 --> 00:09:00.000 તેવા સંજોગોમાટે આપોઆપ કંઇ અમલ થાય તેવી કોઇ વ્યવસ્થા છે ખરી? 00:09:00.000 --> 00:09:02.000 હા, ખુબ જ શક્તિશાળી. 00:09:02.000 --> 00:09:04.000 આપણે વાત કરીશું 00:09:04.000 --> 00:09:08.000 એ પરિસ્થિતિની જ્યારે ૪૦૧(ક)ની પસંદગી સમયે લોકો દબાઇ જાય કે 00:09:08.000 --> 00:09:11.000 ગભરાઇ જતાં હશે. 00:09:11.000 --> 00:09:14.000 શું તેઓ આપોઆપ જ જોડાઇ જાય તેવી વ્યવસ્થા કરીશું 00:09:14.000 --> 00:09:16.000 કે પછી તેઓ બહાર જ રહી જવાનાં છે? 00:09:16.000 --> 00:09:19.000 મોટા ભાગના ૪૦૧(ક) પ્લાનમાં, 00:09:19.000 --> 00:09:21.000 જો લોકો કંઇ પણ ન કરે, 00:09:21.000 --> 00:09:24.000 અને કોઇ ચોકઠાંમાં નિશાની ન કરે તો એનો અર્થ એ કે, 00:09:24.000 --> 00:09:26.000 તેઓ રીટાયર્મેન્ટમાટે કંઇ જ બચાવતા નથી. 00:09:26.000 --> 00:09:29.000 અને ચોકઠાંમાં નિશાની કરવામાં તો મહેનત પડે ને. NOTE Paragraph 00:09:29.000 --> 00:09:32.000 આમ આપણે બે એક વર્તણૂકના પડકારોની વાત તો કરી. 00:09:32.000 --> 00:09:35.000 હવે,પડકારોને ઉપાયોમાં ફેરવી નાખતાં પહેલાં વાંદરા અને સફરજનની, 00:09:35.000 --> 00:09:37.000 એક વધારે વાત કરી લઇએ. 00:09:37.000 --> 00:09:39.000 ના,ના,ના, આ તો સાવ સાચો જ અભ્યાસ છે 00:09:39.000 --> 00:09:43.000 અને તેને વર્તણૂકનાં અર્થશાસ્ત્ર સાથે બહુ લેવા દેવા પણ છે. 00:09:43.000 --> 00:09:46.000 વાંદરાઓનાં એક જૂથને એક સફરજન મળે, તો તેઓ બહુ ખુશ થાય. 00:09:46.000 --> 00:09:48.000 બીજાં એક જૂથને બે બે સફરજન મળે, પરંતુ એક પાછું લઇ લેવામાં આવે. 00:09:48.000 --> 00:09:50.000 આમ તેમની પાસે એક સફરજન તો બચે જ. 00:09:50.000 --> 00:09:53.000 પણ તો પણ તેઓ ગાંડા થઇ જાય. 00:09:53.000 --> 00:09:56.000 એમનું એક સફરજન પાછું કેમ લઇ લીધું? 00:09:56.000 --> 00:09:59.000 આ કાલ્પનીક ખોટ બાબતે અણગમો જ છે. 00:09:59.000 --> 00:10:01.000 આપણને કંઇ પણ ખોવું ગમતું નથી, 00:10:01.000 --> 00:10:04.000 પછી ભલે તેમાં કોઇ મોટું જોખમ ન પણ હોય. 00:10:04.000 --> 00:10:07.000 તમને એટીએમમાંથી ૧૦૦ ડૉલર લેવા જવાનું 00:10:07.000 --> 00:10:09.000 પસંદ ન હોય 00:10:09.000 --> 00:10:11.000 અને તેમાં તમારા ધ્યાન પર આવે કે $૨૦ની એક નૉટ ઓછી છે. 00:10:11.000 --> 00:10:13.000 તો કેટલું દુઃખ થાય, 00:10:13.000 --> 00:10:15.000 પછી ભલે તેનો કોઇ જ અર્થ ન હોય. 00:10:15.000 --> 00:10:19.000 એ ૨૦ ડોલર તો ચટણીને જેમ ખર્ચાઇ જવાના હતા. 00:10:19.000 --> 00:10:23.000 એટલે આ ખૉટ પ્રત્યેના અણગમાની માન્યતા 00:10:23.000 --> 00:10:26.000 આપણને બચત કરતી વખતે પણ નડે છે, 00:10:26.000 --> 00:10:28.000 કારણ કે લોકો, મનથી 00:10:28.000 --> 00:10:31.000 અને લાગણી તેમ જ તર્કથી 00:10:31.000 --> 00:10:33.000 બચતને ખોટ સાથે સરખાવી લે છે 00:10:33.000 --> 00:10:36.000 કારણ કે તેને કારણે મારા ખર્ચપર કાપ આવી ગયો ને. NOTE Paragraph 00:10:36.000 --> 00:10:38.000 તો, આપણે બધાજ પ્રકારના 00:10:38.000 --> 00:10:40.000 આખરે બચત સાથે જ સંકળાયેલ 00:10:40.000 --> 00:10:44.000 વર્તણૂકના પડકારોની વાત કરી. 00:10:44.000 --> 00:10:47.000 તમે તાત્કાલિક ફાયદાનો 00:10:47.000 --> 00:10:50.000 અને ચૉકલૅટ વિરૂધ્ધ કેળાંનો વિચાર તો કરો, 00:10:50.000 --> 00:10:53.000 પણ અત્યારે બચત કરવી કષ્ટદાયક છે. 00:10:53.000 --> 00:10:55.000 ખરી મજા તો અત્યારે 00:10:55.000 --> 00:10:57.000 વાપરવામાં છે. 00:10:57.000 --> 00:11:00.000 આપણે નિષ્ક્રીયતા અને અંગ દાનની તેમ જ ચોકઠાંમાં 00:11:00.000 --> 00:11:02.000 નિશાની કરવાની વાત પણ કરી. 00:11:02.000 --> 00:11:04.000 જો લોકોએ ૪૦૧(ક) પ્લાનમાં જોડાવા માટે 00:11:04.000 --> 00:11:06.000 બહુ ચોકઠાંઓમાં નિશાનીઓ કરવી પડે, 00:11:06.000 --> 00:11:08.000 તો તેઓ તેમ કરવાનું ટાળતા જ રહે 00:11:08.000 --> 00:11:10.000 અને જોડાય નહીં. 00:11:10.000 --> 00:11:12.000 અને છેલ્લે, આપણે નુકસાનપ્રત્યેના અણગમાની 00:11:12.000 --> 00:11:14.000 અને વાંદરાઓ અને સફરજનની વાત પણ કરી. 00:11:14.000 --> 00:11:17.000 જો લોકો માનસિક રીતે 00:11:17.000 --> 00:11:20.000 રીટાયરમૅન્ટ્માટેની બચતને નુકસાન જ માની લે, 00:11:20.000 --> 00:11:23.000 તો તેઓ રીટાયરમૅન્ટ્માટે બચત કરશે જ નહીં NOTE Paragraph 00:11:23.000 --> 00:11:25.000 આમ આપણી સામે આ પડકારો પણ છે, 00:11:25.000 --> 00:11:27.000 અને રીચર્ડ થૅલર અને હું 00:11:27.000 --> 00:11:29.000 જેનાથી હંમેશાં આકર્ષાયા છીએ -- 00:11:29.000 --> 00:11:31.000 વર્તણુક નાણાંશાસ્ત્ર ક્હો, 00:11:31.000 --> 00:11:33.000 કે સ્ટીરૉઇડપર ટકેલું વર્તણુક નાણાંશાસ્ત્ર ક્હો, 00:11:33.000 --> 00:11:35.000 કે પછી વર્તણુક નાણાંશાસ્ત્ર ૨.૦ કહો 00:11:35.000 --> 00:11:37.000 કે કહો ક્રિયાન્વીત વર્તણુક નાણાંશાસ્ત્ર -- 00:11:37.000 --> 00:11:41.000 તે પડકારોને ઉપાયોમાં ફેરવી નાખવું. 00:11:41.000 --> 00:11:44.000 અને અમને છોભીલા પાડી દે તેવો સરળ ઉપાય સુઝી આવ્યોઃ 00:11:44.000 --> 00:11:48.000 વધારે બચાવો, આજે નહીં, આવતી કાલે. 00:11:48.000 --> 00:11:50.000 તેનાથી આપણે વાત કરી તે પડકારોનો ઉપાય 00:11:50.000 --> 00:11:52.000 કઇ રીતે થશે? 00:11:52.000 --> 00:11:54.000 જો તમે કેળાં વિરૂધ્ધ ચૉકલેટવાળી સમસ્યાની 00:11:54.000 --> 00:11:56.000 દ્ર્ષ્ટિએ વિચારશો, 00:11:56.000 --> 00:11:59.000 તો એમ કહી શકાય કે આવતે અઠવાડીયે આપણે કેળાં ખાશું. 00:11:59.000 --> 00:12:02.000 આપણે એમ વિચારીશું કે આવતાં વર્ષથી વધારે બચત કરીશું. 00:12:02.000 --> 00:12:05.000 'આવતીકાલથી વધારે બચાવો' 00:12:05.000 --> 00:12:07.000 કર્મચારીઓને શક્ય હોય તો 00:12:07.000 --> 00:12:09.000 આવતાં વર્ષથી વધારે બચાવવા કહે છે -- 00:12:09.000 --> 00:12:11.000 જાણે કે ભવિષ્યમાં ક્યારેક 00:12:11.000 --> 00:12:13.000 આપણે આપણને કેળાં ખાતાં 00:12:13.000 --> 00:12:15.000 કલ્પી રહ્યાં હોઇએ, 00:12:15.000 --> 00:12:17.000 આપણા સમાજમાં વધારે સેવાઓ આપતાં હોઇએ,, 00:12:17.000 --> 00:12:21.000 વધારે કસરતો કરતાં હોઇએ અને આ જગતમાંનું બધું જ કરવા યોગ્ય સારી રીતે કરતાં હોઇએ. NOTE Paragraph 00:12:21.000 --> 00:12:24.000 આપણે ચોકઠાંમાં નિશાની કરવા અને તેમાં પડતી 00:12:24.000 --> 00:12:27.000 મુશ્કેલીની પણ વાત કરી હતી. 00:12:27.000 --> 00:12:29.000 'આવતીકાલથી વધારે બચાવો' 00:12:29.000 --> 00:12:31.000 તેને આસાન કરી નાખ્યું છે. 00:12:31.000 --> 00:12:33.000 તેને સ્વયંસંચાલિત કરી નાખ્યું છે. 00:12:33.000 --> 00:12:37.000 તમે જેવા એક વાર મને કહેશો કે તમે ભવિષ્યમાં બચ્ત કરવા માંગો છો, 00:12:37.000 --> 00:12:39.000 દા.ત. દર જાન્ત્યુઆરીમાં, 00:12:39.000 --> 00:12:42.000 તમારા પગારમાંથી કપાત થતી જશે 00:12:42.000 --> 00:12:45.000 તમે તેને જોઇ શકો કે અડી શકો તે પહેલાં કે કે તમને પ્રસન્નતાનો તાત્કાલિક 00:12:45.000 --> 00:12:47.000 ઑડ્કાર આવશે તે પહેલાં જ 00:12:47.000 --> 00:12:49.000 તમારા પગારમાંથી ૪૦૧(ક)પ્લાનમાં 00:12:49.000 --> 00:12:52.000 બચત આપોઆપ જ થયા કરશે. 00:12:52.000 --> 00:12:55.000 પરંતુ આપણે પેલા વાંદરાઓ , જેમને નુકસાનમાટે અણગમો છે 00:12:55.000 --> 00:12:57.000 તેમનું શું કરીશું? 00:12:57.000 --> 00:12:59.000 આવતા જાન્યુઆરીમાં 00:12:59.000 --> 00:13:01.000 જ્યારે લોકો વધારાની બચત કરશે ત્યારે તેમનાં ખર્ચ પર કાપ અનુભવશે, 00:13:01.000 --> 00:13:04.000 ત્યારે દુઃખ તો થશે. 00:13:05.000 --> 00:13:07.000 આમ તો આવું જાન્યુઆરીમાં જ થાય તે જરૂરી નથી. 00:13:07.000 --> 00:13:10.000 આપણે એવું પણ કરી શકીએ કે જ્યારે લોકો વધારે કમાય ત્યારે જ 00:13:10.000 --> 00:13:13.000 વધારે બચત કરે. 00:13:13.000 --> 00:13:16.000 એ રીતે,જ્યારે તેઓને વધારાની આવક થાય કે તેમનો પગાર વધે 00:13:16.000 --> 00:13:20.000 ત્યારે તેમના ખર્ચ પર કાપ ન આવે. 00:13:20.000 --> 00:13:22.000 તેઓ થોડો પગાર વધારો 00:13:22.000 --> 00:13:24.000 ઘરે પણ લઇ જઇ શકે 00:13:24.000 --> 00:13:26.000 અને ખર્ચી શકે -- 00:13:26.000 --> 00:13:28.000 અને થોડો વધારો 00:13:28.000 --> 00:13:30.000 ૪૦૧(ક) પ્લાનમાં રોકી પણ શકે. NOTE Paragraph 00:13:30.000 --> 00:13:32.000 આમ, આ યોજના છે, 00:13:32.000 --> 00:13:34.000 દેખીતી રીતે સાવ સરળ, 00:13:34.000 --> 00:13:36.000 પરંતુ, આપણે આગળ જોશું તેમ, 00:13:36.000 --> 00:13:38.000 ખુબ જ અસરકારક. 00:13:38.000 --> 00:13:40.000 અમે, રીચર્ડ થૅલર અને મેં, 00:13:40.000 --> 00:13:42.000 તે સહુથી પહેલી વાર તે અમલ કરી હતી 00:13:42.000 --> 00:13:45.000 છેક ૧૯૯૮માં. 00:13:45.000 --> 00:13:48.000 મધ્યપશ્ચિમની એક બહુ મોટી નહીં તેવી કંપનીના 00:13:48.000 --> 00:13:50.000 શ્રમજીવી કર્મચારીઓે 00:13:50.000 --> 00:13:52.000 જેઓ તેમના ખર્ચાને પહોંચી વળવા ઝઝૂમતા હોય છે 00:13:52.000 --> 00:13:54.000 વારંવાર અમને કહેતા કે 00:13:54.000 --> 00:13:57.000 તેઓ સીધેસીધી તો બચત કરી શકે તેમ નથી. 00:13:57.000 --> 00:14:00.000 આજે બચત કરવી તે તેમનામાટે વિકલ્પ જ નથી. 00:14:00.000 --> 00:14:02.000 અમે તેમને તેમના દરેક પગાર વધારા કરતાં 00:14:02.000 --> 00:14:05.000 ત્રણ ટકા વધારે 00:14:05.000 --> 00:14:08.000 બચાવવા સમજાવ્યું. 00:14:08.000 --> 00:14:11.000 અને આ છે તેનાં પરિણામો. 00:14:11.000 --> 00:14:13.000 આપણે સાડા ત્રણ વર્ષ અને 00:14:13.000 --> 00:14:15.000 ચાર પગાર વધારાના સમયગાળા દરમ્યાન, 00:14:15.000 --> 00:14:17.000 જે લોકો તેમના પગારના ત્રણ ટકા, 00:14:17.000 --> 00:14:19.000 બચાવવા મથી રહ્યા હતા, 00:14:19.000 --> 00:14:21.000 તેઓ સાડા ત્રણ વર્ષ પછી 00:14:21.000 --> 00:14:24.000 તેનાથી લગભગ ચાર ગણું, 00:14:24.000 --> 00:14:27.000 એટલે કે ૧૪% બચાવતા હતા. NOTE Paragraph 00:14:27.000 --> 00:14:29.000 આ ચાર્ટમાં તમે પગરખાં અને સાયકલ 00:14:29.000 --> 00:14:31.000 અને તેવી બીજી વસ્તુઓ પણ જોઇ શકશો 00:14:31.000 --> 00:14:33.000 કારણકે હું તમને માત્ર શુન્યાવકાશમાં 00:14:33.000 --> 00:14:35.000 આંકડા બતાવવા નથી માગતો. 00:14:35.000 --> 00:14:38.000 હકીકતમાં તો, હું એમ કહેવા માંગીશ કે 00:14:38.000 --> 00:14:40.000 ચાર ગણી બચત કરવાથી 00:14:40.000 --> 00:14:42.000 લોકોની જીવનશૈલિમાં 00:14:42.000 --> 00:14:44.000 તેઓને પરવડે તેનાં કરતાં 00:14:44.000 --> 00:14:46.000 ઘણો વધારે તફાવત પડી શકે છે. 00:14:46.000 --> 00:14:48.000 અને આ સાવ સાચા આંકડા છે. 00:14:48.000 --> 00:14:51.000 માત્ર કાગળપરના આંકડા નથી. 00:14:51.000 --> 00:14:53.000 ત્રણ ટકા બચતથી લોકો 00:14:53.000 --> 00:14:55.000 કદાચ સારા શુઝ કે ચપ્પલ વસાવી શક્યાં હોત, 00:14:55.000 --> 00:14:57.000 જેથી ચાલવામાં સરળતા રહે, 00:14:57.000 --> 00:15:01.000 કારણ કે તેનાથી વધારે તો કંઇ પરવડત નહીં, 00:15:01.000 --> 00:15:03.000 જ્યારે તેઓ ૧૪ ટકા બચાવે ત્યારે 00:15:03.000 --> 00:15:06.000 ત્યારે એવું પણ બને કે તેઓ મોંઘા ફેશનેબલ પગરખાં પણ લઇ શકે 00:15:06.000 --> 00:15:09.000 જેમાં તેઓ તેમની કારમાં બેસવા માટે ઠાઠથી જઇ શકે. 00:15:09.000 --> 00:15:11.000 આ ખાસ્સો મોટો તફાવત કહી શકાય. 00:15:11.000 --> 00:15:16.000 અત્યાર સુધીમાં, લગભગ ૬૦ ટકા મોટી કંપનીઓમાં પણ 00:15:16.000 --> 00:15:19.000 આવી યોજનાઓ સફળતાથી અમલ કરી ચુકાઇ છે. 00:15:19.000 --> 00:15:22.000 આ હવે પેન્શન બચત કાયદાનો ભાગ થઇ ચૂકેલ છે. 00:15:22.000 --> 00:15:24.000 અને એ કહેવાની જરૂર ન હોવી જોઇએ કે મારાં અને થૅલરનાં 00:15:24.000 --> 00:15:27.000 સદનસીબ છે કે અમે આ યોજનાનો હિસ્સો બનીને 00:15:27.000 --> 00:15:29.000 ફરક પાડી શક્યા છીએ. NOTE Paragraph 00:15:29.000 --> 00:15:31.000 છેલ્લે, સમાપન કરતાં 00:15:31.000 --> 00:15:34.000 મારે મહત્વના બે સંદેશા આપવાના છે. 00:15:34.000 --> 00:15:37.000 એક તો એ કે વર્તણૂક નાણાશાસ્ત્ર ખુબ જ 00:15:37.000 --> 00:15:40.000 પ્રભાવશાળી છે. 00:15:40.000 --> 00:15:43.000 આ તો માત્ર એક જ ઉદાહરણ છે. 00:15:43.000 --> 00:15:45.000 અને બીજો સંદેશો 00:15:45.000 --> 00:15:47.000 એ છે કે હજૂ ઘણું કરવાનું રહે છે. 00:15:47.000 --> 00:15:50.000 આ તો હીમશીલાની ટોચ માત્ર જ છે. 00:15:50.000 --> 00:15:53.000 આપણે લોકો અને તેમનાં દેવાં વિશે વિચારવાનું છે, 00:15:53.000 --> 00:15:56.000 લોકો ઘર ખરીદે તો છે,પણ તેનું દેવું ભરપાઇ નથી કરી શકતાં, 00:15:56.000 --> 00:15:58.000 તે અંગે પણ વિચારવું જોઇશે. 00:15:58.000 --> 00:16:01.000 આપણે તો લોકો વધારે પડતું જોખમ વહોરી લે છે, 00:16:01.000 --> 00:16:04.000 જેનો તેમને અંદાજ પણ નથી 00:16:04.000 --> 00:16:06.000 કે પછી બહુ ઓછું જોખમ લે છે, 00:16:06.000 --> 00:16:08.000 તે વિશે વિચારવાની જરૂર છે. 00:16:08.000 --> 00:16:11.000 આપણે તો એ પણ વિચારવાની જરૂર છે કે કેમ લોકો દર વર્ષે 00:16:11.000 --> 00:16:13.000 લૉટરીની ટિકિટૉ પાછળ 00:16:13.000 --> 00:16:15.000 હજારો ડૉલર ખર્ચી નાખે છે. 00:16:15.000 --> 00:16:17.000 આ અંગેની સરેરાશ બાબતે 00:16:17.000 --> 00:16:19.000 સીંગપૉરનો રૅકર્ડ છે. 00:16:19.000 --> 00:16:21.000 ત્યાં એક સરેરાશ કુટુંબ 00:16:21.000 --> 00:16:24.000 વર્ષે $૪૦૦૦ લૉટરી પાછળ ખર્ચે છે. 00:16:24.000 --> 00:16:26.000 આપણે હજૂ ઘણું કામ કરવાનું છે 00:16:26.000 --> 00:16:28.000 અને રીટાયરમૅન્ટ ક્ષેત્રે પણ 00:16:28.000 --> 00:16:31.000 ઘણા ઉપાયો શોધવાના છે 00:16:31.000 --> 00:16:33.000 ખાસ કરીને લોકો રીટાયરમેન્ટ પછી તેમનાં નાણાંનું 00:16:33.000 --> 00:16:35.000 શું કરે છે તે બાબતે. NOTE Paragraph 00:16:35.000 --> 00:16:37.000 અને એક છેલ્લો સવાલઃ 00:16:37.000 --> 00:16:40.000 તમારાંમાંનાં કેટલા એ સગવડભરી હાલતમાં છે 00:16:40.000 --> 00:16:42.000 કે તમે તમારાં રીટાયરમૅન્ટ વિષે આયોજન કર્યું છે 00:16:42.000 --> 00:16:45.000 એક એવું નક્કર આયોજન કે 00:16:45.000 --> 00:16:47.000 જ્યારે તમે રીટાયર થાઓ, 00:16:47.000 --> 00:16:50.000 જ્યારે તમને સામાજીક સુરક્ષાના લાભ મળે, 00:16:50.000 --> 00:16:52.000 ત્યારે તમે કયા પ્રકારની જીવનશૈલિની આશા રાખો છો, 00:16:52.000 --> 00:16:54.000 દરેક મહિને તમારૂં ખર્ચ કેટલું હશે 00:16:54.000 --> 00:16:56.000 કે જેથી તમારી પાસેના પૈસા ખૂટી ન પડે? 00:16:56.000 --> 00:16:59.000 તમારામાનાં કેટલાં એવું માને છે કે તેમનીપાસે રીટાયરમૅન્ટના નિર્ણયોઅંગે 00:16:59.000 --> 00:17:03.000 ભવિષ્યમાટે નક્કર આયોજન છે. 00:17:04.000 --> 00:17:07.000 એક, બે, ત્રણ, ચાર. 00:17:07.000 --> 00:17:09.000 આટલાં સભ્ય શ્રોતાગણમાંથી પણ 00:17:09.000 --> 00:17:11.000 ત્રણ ટકાથી પણ ઓછા. 00:17:11.000 --> 00:17:14.000 વર્તણુક નાણાશાસ્ત્ર એ હજૂ ઘણો પંથ કાપવાનો બાકી છે. 00:17:14.000 --> 00:17:16.000 તેને ફરીને, ફરીને, પ્રભાવશાળી કરવા માટે 00:17:16.000 --> 00:17:20.000 હજૂ ઘણી તકો ઉપલબ્ધ છે. NOTE Paragraph 00:17:20.000 --> 00:17:22.000 આપનો આભાર. NOTE Paragraph 00:17:22.000 --> 00:17:24.000 [તાળીઓ]