આજે હું વધારે બચત કરવા વિષે વાત કરીશ, પણ આજે નહીં, આવતીકાલે. હું વાત કરીશ 'આવતી કાલે વધારે બચત કરો' વિષે. આ, મેં અને શીકાગો યુનિવર્સીટીના રીચર્ડ થૅલરે, આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં બનાવેલ પ્રોગ્રામ છે. પ્રોગ્રામ, એક અર્થમાં, સ્ટીરૉઇડ પર મુકાયેલ નાણાકીય વર્તણૂંકનું ઉદાહરણ છે -- આપણે નાણાકીય વર્તણૂંકનો કઇ રીતે ઉપયોગ કરી શકીએ. હવે તમે પૂછ્શો કે આ નાણાકીય વર્તણૂક વળી શું છે? ચાલો આપણે આપણા પૈસાની વ્યવસ્થા કઇ રીતે કરીએ છીએ તે વિચારીએ. શરૂઆત કરીએ લૉનથી. એ પ્રમાણમાં નવો વિષય છે, યુ. એસ.માં તો ખાસ. મોટા ભાગના લોકો પોતાને જેટલું પરવડે તે પૈકી સહુથી મોટાં ઘરથી પણ થોડું મોટું જ ઘર ખરીદતાં હોય છે, અને તેને માટેની લૉન લઇ પાડતા હોય છે. અને પછી તેઓ બૅન્કોને ભાંડે છે કે ક્યા વેરીઓએ તેમની આ લૉન મંજૂર કરી આપી. આપણે આપણાં જોખમોને પણ કઇ રીતે મૅનૅજ કરીએ છીએ તે પણ જોઇએ -- દા.ત. શેર માર્કેટમાં રોકાણો બે વર્ષ, ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલાં બજાર સારાં હતાં. અને આપણે પણ જોખમ ખેડનાર તો હતા જ. અને પછી શૅર બજાર બેસી જાય અને આપણે બોલી ઉઠીએ ,"અરે. તેઓ આ નુકસાનને લાગણીથી જૂએ અને માને કે આ તો આપણે ખરેખર બજાર જ્યારે ઉપર જતાં હતાં અને જે માનતા હતા તેનાથી જૂદું જ છે." એટલે આપણે જોખમ લેવાની વાત આવે ત્યારે કદાચ બહુ સારૂં નથી કરી રહ્યા. તમારામાંથી કેટલા પાસે આઇફોન છે? છે કોઇ? બહુ સરસ. હું શરત લગાવવા તૈયાર છું કે તમારામાંથી મોટા ભાગના આઇફિનનો વિમો લેતા હશે-- લંબાવેલ વૉરન્ટી લઇને આડકતરી રીતે તમે તેનો વિમો જ લો છો ને. ધારો કે તમારો આઇફૉન ખોવાઇ જાય તો? આ પમાણે તમે કરશો? તમારાંમાંથી કેટલાંને બાળકો છે? છે કોઇ અહીં એવું? તમારા હાથ ઉંચા રાખજો જો તમારી પાસે પૂરતો જીવન વિમો હોય તો. હવે હું ઘણા હાથ નીચે થતા જોઇ રહ્યો છું હું એવી ગણત્રી કરૂં કે જો તમે રજૂઆતપ્રદ નમુનો હો, તો તમારામાંથી ઘણા તમને બાળકો હશે તો પણ પોતાનાં જીવનને બદલે, આઇફૉનનો વિમો કરાવતા હશે. વિમાની વાત આવે ત્યારે આપણે ઢીલા પડતા જ્ણાઇએ છીએ. એક સરેરાશ અમૅરીકન કુટુંબ વર્ષે ૧૦૦૦ $ લૉટરી પાછળ ખર્ચે છે. હું જાણું છું કે આ વાત હાસ્યાપદ લાગે છે. તમારામાંના કેટલા વર્ષે ૧૦૦૦ ડૉલર લૉટરી પાછળ ખર્ચે છે? કોઇ નહીં. એટલે કે આ રૂમમાં હાજર નથી તેવા લોકો ૧૦૦૦ કરતાં વધારે ખર્ચે છે જેથી સરેરાશ ૧૦૦૦ની આવી રહે. ઓછી આવકવાળા લોકો લૉટરી પાછળ ૧૦૦૦ ડૉલરથી ઘણા વધારે ખર્ચે છે. તો આ બધાંનો શું અર્થ કાઢીશું? આપણે નાણાંની વ્યવસ્થા કરવામાં ઉણા ઉતરીએ છીએ. નાણાકીય વર્તણૂક એ એક રીતે મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રનું મિશ્રણ છે, જેના વડે આપણે નાણાની બાબતોમાં જે ભૂલો કરીએ છીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હું બાકીની ૧૨ મિનિટ અને ૫૩ સેકંડ સુધી સતત અહીં ઉભીને આપણે જે રીતે નાણાંની વ્યવસ્થા કરીએ છીએ તેના પર અનેક પ્રકારની મજાક કરતો રહી શકું છું અને અંતે તમે પૂછશો," આપણે લોકોની શું મદદ કરી શકીએ?" બસ, મારી આજની વાતનો ઉદ્દેશ્ય આ જ છે. લોકો નાણાં અંગે જે ભૂલો કરે છે તેને સમજી અને પછીથી વર્તણુકના પડકારોને વર્તણૂકનાં નિરાકરણોમાં શી રીતે ફેરવી શકીએ? આજે હું "આવતીકાલથી વધારે બચત કરો" વિષે વાત કરીશ. હું બચત બાબતે ચર્ચા કરવા માંગું છું. આપણે સ્ક્રીનપર દ્રષ્ટાંતરૂપ ઉદાહરણીય ૧૦૦ અમૅરીકન જોઇ રહ્યા છીએ. આપણે ખાસ તો તેમની બચત અંગેની વર્તણૂક જોઇશું. સહુથી પહેલાં તો ધ્યાન પર લાવવા જેવું એ છે કે,તેમાંના અડધા ૪૦૧(ક) પ્લાનમાં આવરી નથી લેવાયા. તેઓ સહેલાઇથી બચત કરી શકે તેમ નથી. તેમના પગારમાંથી સીધા જ ૪૦૧(ક) પ્લાનમાં તેઓ જૂએ તે પહેલાં જ કે અડકી શકે તે પહેલાં જ બચત જમા નથી થઇ શકતી. અને બાકીના અડધાની શું પરિસ્થિતિ છે? તેમાંના કેટલાક તો બચત ન કરવાનું પસંદ કરે છે. તેઓ થોડા આળસુ છે. તેઓ જટીલ વૅબસાઇટપર જઇને ૪૦૧(ક) પ્લાનમાં જોડાવા માટે ૧૭ વખત ક્લિક કરવાની મહેનત કરવામાં માનતા નથી. તેમણે તો એ પણ નક્કી કરવાનું રહે છે કે ૫૨ વિક્લ્પોમાંથી તેમણે ક્યાં રોકાણ કરવું, જ્યારે કે તેમણે નાણા બજાર ફંડ વિષે કશું સાંભળ્યું પણ નથી. એટલે તેઓ એટલા મુંઝાઇ જાય છે કે તેઓ જોડાવાનું જ માંડી વાળે છે. આમ, કેટલા લોકો ૪૦૧(ક)ના પ્લાનમાં રોકાણ કરી શકે છે? ત્રીજા ભાગના અમેરીકન. બાકીના બે તૃતીયાંશ હજૂ સુધી રોકાણ કરતા નથી. શું તેઓ પૂરતું રોકાણ કરે છે ખરાં? જે લોકો બહુ ઓછું બચાવી શકતા હોય તેમને જૂદા તારવીએ. દસમાંથી એક પૂરતી બચત કરે છે. દસમાંથી નવ તો ક્યાં તો તેમના ૪૦૧(ક) પ્લાન દ્વારા બચત કરી નથી શકતા, કે બચત કરવી કે ન કરવી તે નક્કી નથી કરી શકતા કે પછી પૂરતી બચત કરી નથી શકતા. આપણે એમ પણ માનીએ છીએ કે લોકો વધારે પડતી બચત કરે છે. ચાલો, તે અંગે પણ વિચારીએ. આપણે એક વ્યક્તિ - આમ તો, આપણે તેને અડધામાં વેતરી નાખીશું કારણ કે તે તો ૧% પણ નથી થતું. લગભગ અડધો ટકો અમેરીકન જ એવું માને છે કે તેઓ વધારે પડતી બચત કરે છે. આપણે તેનું શું કરીશું? હું તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માગું છું. આપણે એ સમજવાનું છે કે લોકો શા માટે બચત નથી કરતાં, અને પછી શક્ય છે કે આપણે તે વર્તણૂકના પડકારને વર્તણૂકના ઉપાયોમાં ફેરવી નાખી શકીએ, અને પછી તેની તાકતનો પરચો કરીએ. આપણે થોડીવાર માટે એક આડ વાત કરીએ જેનાવડે આપણે એવા પડકારો -વર્તણૂકના પડકારો-ની સમસ્યાને ખોળી કાઢવાની છે, જે લોકોને બચત કરતાં રોકે છે. હું કેળાં અને ચૉકલૅટની આડ વાત કરવા માગું છું. ધારો કે આવતે અઠવાડીયે એક વધુ રસપ્રદ ટીઇડી કાર્યક્રમ હોય. અને તેના વિરામ દરમ્યાન નાસ્તો રાખવામાં આવ્યો હોય જેમાં તમારે કેળાં અથવા તો ચૉકલૅટની પસંદગી કરવાની હોય. તમને શું લાગે છે કે ટીઈડીના તે કાલ્પનીક કાર્યક્રમમાં તમારામાંનાં કેટલાં કેળાં પસંદ કરશે? કેળાં કોણ પસંદ કરશે? સરસ. હું વૈજ્ઞાનિકરીતે આગાહી કરીશ કે તમારાંમાંનાં ૭૪ % કેળાં પસંદ કરશે. એટલે કે એક બહુ જ રસપ્રદ અભ્યાસ મુજબ તે આગાહી કરી શકાય. અને પછીથી દિવસો ગણતા જાઓ અને જૂઓ કે લોકો શું ખાવાનું પસંદ કરે છે. જે લોકો પોતાને કેળાં ખાતાં કલ્પતાં હતાં તેઓ અઠવાડીયાં પછી ચૉકલૅટ ખાતાં જોવાં મળશે. ભવિષ્ય માટે સ્વ-નિયંત્રણ એ કંઇ મુશ્કેલ નથી. આ અત્યારે પ્રશ્ન એટલે લાગે છે કે જ્યારે ચૉકલૅટ આપણી બાજૂમાં હોય. પણ, આ રાજીપાસાથે સમય અને બચતને શું લેવાદેવા? અથવા, અર્થશાસ્ત્રીઓ જેને વર્તમાન પક્ષપાત કહે છે. આપણે બચતનો વિચાર કરીએ. આપણે જાણીએ છીએ કે બચત કરવી જોઇએ. આપણે તો તે આવતે વર્ષે કરીશું, અત્યારે ચાલો વાપરી નાખીએ. નાતાલ નજદીક જ છે, આપણે જેમને ઓળખીએ છે તેઓેમાટે બહુ બધી ભેટ ખરીદવાનું વિચારતાં હોઇએ છીએ આપણી હાલની માન્યતા આપણને બચત કરવા પ્રેરે છે, પરંતુ, અંતે તો આપણે ખર્ચીને જ રહીએ છીએ. હવે આપણે બચતને અવરોધતાં બીજાં એક વર્તણુકનાં પરીબળ, નિષ્ક્રીયતા,વિષે વાત કરીએ. પરંતુ ફરી એક વાર, અંગનાં દાનની, આડ વાત કરીશું. જુદા જુદા દેશોની તુલનાનો એક રસપ્રદ અભ્યાસ આપણે બે એક સરખા દેશો - જર્મની અને ઑસ્ટ્રીયા -ની સરખામણી કરીશું. હવે ધારો કે તમે જર્મનીમાં અંગનું દાન કરવા માગો છો -- ભગવાન ન કરે કે તમારીસાથે કંઇ અઘટીત બને -- જ્યારે તમે તમારૂં ડ્રાઇવીંગ લાયસન્સ કે ઓળખપત્રની અરજી કરતા હો, ત્યારે આ ચોકઠાં પર નિશાન કરવાનું રહે છે, "હું મારાં અંગનું દાન કરવા માગું છું." ઘણા લોકોને આ રીતે ચોકઠાં પર નિશાન કરવાનું ગમતું નથી. તે માટે પ્રયત્ન કરવો પડે છે. વિચારવું પડે છે. ૧૨ % જ આમ કરે છે. ઑસ્ટ્રીયા, તેનો પડોશી દેશ, થોડો થોડો સરખો, થોડો થોડો અલગ. અને તફાવત પણ કેવો? એટલે કે, તમારી પાસે હજૂ પણ પસંદગીનો અવકાશ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે અંગ દાન કરવું છે કે નહીં. પરંતુ, જ્યારે તમને ડ્રાઇવીંગ લાયસન્સ મળે ત્યારે, ચોકઠાંમાં નિશાન કરવાનું રહે છે જો તમે અંગદાન ન કરવા માગતાં હો તો. જો કે, કોઇપણ ચોકઠામાં નિશાન કરતું નથી. જાણે તેમાં બહુ મહેનત પડતી હોય. એક % લોકો જ ચોકઠાંમાં નિશાન કરે છે.બાકીના કંઇ જ કરતા નથી. કંઇ પણ ન કરવું તે સામાન્ય વાત છે. મોટા ભાગના લોકો ચોકઠાંમાં નિશાની કરતાં નથી. આની દાન માટે ઉપલબ્ધ અંગ અને જીંદગી બચાવવાપર શું અસર થતી હશે? જર્મનીમાં ૧૨% લોકો ચોકઠાંમાં નિશાની કરે છે. એટલે કે ૧૨% લોકો અંગ દાન કરે છે. એનો અર્થ એ કે ન કરે નારાયણ અને, ક્યાંક તમને જ જરૂર પડી તો,અંગની તિવ્ર અછત હશે. ઑસ્ટ્રીયામાં પણ કોઇ ચોકઠાંમાં નિશાની તો કરતું જ નથી. એટલે, ૯૯% લોકો અંગ દાન કરે છે. નિષ્ક્રીયતા, કામ કરવાનો અભાવ. જો કોઇ જ કશું જ ન કરે, આળસ જ કરતાં રહે, ચોકઠાંઓમાં નિશાની ન જ કરે, તેવા સંજોગોમાટે આપોઆપ કંઇ અમલ થાય તેવી કોઇ વ્યવસ્થા છે ખરી? હા, ખુબ જ શક્તિશાળી. આપણે વાત કરીશું એ પરિસ્થિતિની જ્યારે ૪૦૧(ક)ની પસંદગી સમયે લોકો દબાઇ જાય કે ગભરાઇ જતાં હશે. શું તેઓ આપોઆપ જ જોડાઇ જાય તેવી વ્યવસ્થા કરીશું કે પછી તેઓ બહાર જ રહી જવાનાં છે? મોટા ભાગના ૪૦૧(ક) પ્લાનમાં, જો લોકો કંઇ પણ ન કરે, અને કોઇ ચોકઠાંમાં નિશાની ન કરે તો એનો અર્થ એ કે, તેઓ રીટાયર્મેન્ટમાટે કંઇ જ બચાવતા નથી. અને ચોકઠાંમાં નિશાની કરવામાં તો મહેનત પડે ને. આમ આપણે બે એક વર્તણૂકના પડકારોની વાત તો કરી. હવે,પડકારોને ઉપાયોમાં ફેરવી નાખતાં પહેલાં વાંદરા અને સફરજનની, એક વધારે વાત કરી લઇએ. ના,ના,ના, આ તો સાવ સાચો જ અભ્યાસ છે અને તેને વર્તણૂકનાં અર્થશાસ્ત્ર સાથે બહુ લેવા દેવા પણ છે. વાંદરાઓનાં એક જૂથને એક સફરજન મળે, તો તેઓ બહુ ખુશ થાય. બીજાં એક જૂથને બે બે સફરજન મળે, પરંતુ એક પાછું લઇ લેવામાં આવે. આમ તેમની પાસે એક સફરજન તો બચે જ. પણ તો પણ તેઓ ગાંડા થઇ જાય. એમનું એક સફરજન પાછું કેમ લઇ લીધું? આ કાલ્પનીક ખોટ બાબતે અણગમો જ છે. આપણને કંઇ પણ ખોવું ગમતું નથી, પછી ભલે તેમાં કોઇ મોટું જોખમ ન પણ હોય. તમને એટીએમમાંથી ૧૦૦ ડૉલર લેવા જવાનું પસંદ ન હોય અને તેમાં તમારા ધ્યાન પર આવે કે $૨૦ની એક નૉટ ઓછી છે. તો કેટલું દુઃખ થાય, પછી ભલે તેનો કોઇ જ અર્થ ન હોય. એ ૨૦ ડોલર તો ચટણીને જેમ ખર્ચાઇ જવાના હતા. એટલે આ ખૉટ પ્રત્યેના અણગમાની માન્યતા આપણને બચત કરતી વખતે પણ નડે છે, કારણ કે લોકો, મનથી અને લાગણી તેમ જ તર્કથી બચતને ખોટ સાથે સરખાવી લે છે કારણ કે તેને કારણે મારા ખર્ચપર કાપ આવી ગયો ને. તો, આપણે બધાજ પ્રકારના આખરે બચત સાથે જ સંકળાયેલ વર્તણૂકના પડકારોની વાત કરી. તમે તાત્કાલિક ફાયદાનો અને ચૉકલૅટ વિરૂધ્ધ કેળાંનો વિચાર તો કરો, પણ અત્યારે બચત કરવી કષ્ટદાયક છે. ખરી મજા તો અત્યારે વાપરવામાં છે. આપણે નિષ્ક્રીયતા અને અંગ દાનની તેમ જ ચોકઠાંમાં નિશાની કરવાની વાત પણ કરી. જો લોકોએ ૪૦૧(ક) પ્લાનમાં જોડાવા માટે બહુ ચોકઠાંઓમાં નિશાનીઓ કરવી પડે, તો તેઓ તેમ કરવાનું ટાળતા જ રહે અને જોડાય નહીં. અને છેલ્લે, આપણે નુકસાનપ્રત્યેના અણગમાની અને વાંદરાઓ અને સફરજનની વાત પણ કરી. જો લોકો માનસિક રીતે રીટાયરમૅન્ટ્માટેની બચતને નુકસાન જ માની લે, તો તેઓ રીટાયરમૅન્ટ્માટે બચત કરશે જ નહીં આમ આપણી સામે આ પડકારો પણ છે, અને રીચર્ડ થૅલર અને હું જેનાથી હંમેશાં આકર્ષાયા છીએ -- વર્તણુક નાણાંશાસ્ત્ર ક્હો, કે સ્ટીરૉઇડપર ટકેલું વર્તણુક નાણાંશાસ્ત્ર ક્હો, કે પછી વર્તણુક નાણાંશાસ્ત્ર ૨.૦ કહો કે કહો ક્રિયાન્વીત વર્તણુક નાણાંશાસ્ત્ર -- તે પડકારોને ઉપાયોમાં ફેરવી નાખવું. અને અમને છોભીલા પાડી દે તેવો સરળ ઉપાય સુઝી આવ્યોઃ વધારે બચાવો, આજે નહીં, આવતી કાલે. તેનાથી આપણે વાત કરી તે પડકારોનો ઉપાય કઇ રીતે થશે? જો તમે કેળાં વિરૂધ્ધ ચૉકલેટવાળી સમસ્યાની દ્ર્ષ્ટિએ વિચારશો, તો એમ કહી શકાય કે આવતે અઠવાડીયે આપણે કેળાં ખાશું. આપણે એમ વિચારીશું કે આવતાં વર્ષથી વધારે બચત કરીશું. 'આવતીકાલથી વધારે બચાવો' કર્મચારીઓને શક્ય હોય તો આવતાં વર્ષથી વધારે બચાવવા કહે છે -- જાણે કે ભવિષ્યમાં ક્યારેક આપણે આપણને કેળાં ખાતાં કલ્પી રહ્યાં હોઇએ, આપણા સમાજમાં વધારે સેવાઓ આપતાં હોઇએ,, વધારે કસરતો કરતાં હોઇએ અને આ જગતમાંનું બધું જ કરવા યોગ્ય સારી રીતે કરતાં હોઇએ. આપણે ચોકઠાંમાં નિશાની કરવા અને તેમાં પડતી મુશ્કેલીની પણ વાત કરી હતી. 'આવતીકાલથી વધારે બચાવો' તેને આસાન કરી નાખ્યું છે. તેને સ્વયંસંચાલિત કરી નાખ્યું છે. તમે જેવા એક વાર મને કહેશો કે તમે ભવિષ્યમાં બચ્ત કરવા માંગો છો, દા.ત. દર જાન્ત્યુઆરીમાં, તમારા પગારમાંથી કપાત થતી જશે તમે તેને જોઇ શકો કે અડી શકો તે પહેલાં કે કે તમને પ્રસન્નતાનો તાત્કાલિક ઑડ્કાર આવશે તે પહેલાં જ તમારા પગારમાંથી ૪૦૧(ક)પ્લાનમાં બચત આપોઆપ જ થયા કરશે. પરંતુ આપણે પેલા વાંદરાઓ , જેમને નુકસાનમાટે અણગમો છે તેમનું શું કરીશું? આવતા જાન્યુઆરીમાં જ્યારે લોકો વધારાની બચત કરશે ત્યારે તેમનાં ખર્ચ પર કાપ અનુભવશે, ત્યારે દુઃખ તો થશે. આમ તો આવું જાન્યુઆરીમાં જ થાય તે જરૂરી નથી. આપણે એવું પણ કરી શકીએ કે જ્યારે લોકો વધારે કમાય ત્યારે જ વધારે બચત કરે. એ રીતે,જ્યારે તેઓને વધારાની આવક થાય કે તેમનો પગાર વધે ત્યારે તેમના ખર્ચ પર કાપ ન આવે. તેઓ થોડો પગાર વધારો ઘરે પણ લઇ જઇ શકે અને ખર્ચી શકે -- અને થોડો વધારો ૪૦૧(ક) પ્લાનમાં રોકી પણ શકે. આમ, આ યોજના છે, દેખીતી રીતે સાવ સરળ, પરંતુ, આપણે આગળ જોશું તેમ, ખુબ જ અસરકારક. અમે, રીચર્ડ થૅલર અને મેં, તે સહુથી પહેલી વાર તે અમલ કરી હતી છેક ૧૯૯૮માં. મધ્યપશ્ચિમની એક બહુ મોટી નહીં તેવી કંપનીના શ્રમજીવી કર્મચારીઓે જેઓ તેમના ખર્ચાને પહોંચી વળવા ઝઝૂમતા હોય છે વારંવાર અમને કહેતા કે તેઓ સીધેસીધી તો બચત કરી શકે તેમ નથી. આજે બચત કરવી તે તેમનામાટે વિકલ્પ જ નથી. અમે તેમને તેમના દરેક પગાર વધારા કરતાં ત્રણ ટકા વધારે બચાવવા સમજાવ્યું. અને આ છે તેનાં પરિણામો. આપણે સાડા ત્રણ વર્ષ અને ચાર પગાર વધારાના સમયગાળા દરમ્યાન, જે લોકો તેમના પગારના ત્રણ ટકા, બચાવવા મથી રહ્યા હતા, તેઓ સાડા ત્રણ વર્ષ પછી તેનાથી લગભગ ચાર ગણું, એટલે કે ૧૪% બચાવતા હતા. આ ચાર્ટમાં તમે પગરખાં અને સાયકલ અને તેવી બીજી વસ્તુઓ પણ જોઇ શકશો કારણકે હું તમને માત્ર શુન્યાવકાશમાં આંકડા બતાવવા નથી માગતો. હકીકતમાં તો, હું એમ કહેવા માંગીશ કે ચાર ગણી બચત કરવાથી લોકોની જીવનશૈલિમાં તેઓને પરવડે તેનાં કરતાં ઘણો વધારે તફાવત પડી શકે છે. અને આ સાવ સાચા આંકડા છે. માત્ર કાગળપરના આંકડા નથી. ત્રણ ટકા બચતથી લોકો કદાચ સારા શુઝ કે ચપ્પલ વસાવી શક્યાં હોત, જેથી ચાલવામાં સરળતા રહે, કારણ કે તેનાથી વધારે તો કંઇ પરવડત નહીં, જ્યારે તેઓ ૧૪ ટકા બચાવે ત્યારે ત્યારે એવું પણ બને કે તેઓ મોંઘા ફેશનેબલ પગરખાં પણ લઇ શકે જેમાં તેઓ તેમની કારમાં બેસવા માટે ઠાઠથી જઇ શકે. આ ખાસ્સો મોટો તફાવત કહી શકાય. અત્યાર સુધીમાં, લગભગ ૬૦ ટકા મોટી કંપનીઓમાં પણ આવી યોજનાઓ સફળતાથી અમલ કરી ચુકાઇ છે. આ હવે પેન્શન બચત કાયદાનો ભાગ થઇ ચૂકેલ છે. અને એ કહેવાની જરૂર ન હોવી જોઇએ કે મારાં અને થૅલરનાં સદનસીબ છે કે અમે આ યોજનાનો હિસ્સો બનીને ફરક પાડી શક્યા છીએ. છેલ્લે, સમાપન કરતાં મારે મહત્વના બે સંદેશા આપવાના છે. એક તો એ કે વર્તણૂક નાણાશાસ્ત્ર ખુબ જ પ્રભાવશાળી છે. આ તો માત્ર એક જ ઉદાહરણ છે. અને બીજો સંદેશો એ છે કે હજૂ ઘણું કરવાનું રહે છે. આ તો હીમશીલાની ટોચ માત્ર જ છે. આપણે લોકો અને તેમનાં દેવાં વિશે વિચારવાનું છે, લોકો ઘર ખરીદે તો છે,પણ તેનું દેવું ભરપાઇ નથી કરી શકતાં, તે અંગે પણ વિચારવું જોઇશે. આપણે તો લોકો વધારે પડતું જોખમ વહોરી લે છે, જેનો તેમને અંદાજ પણ નથી કે પછી બહુ ઓછું જોખમ લે છે, તે વિશે વિચારવાની જરૂર છે. આપણે તો એ પણ વિચારવાની જરૂર છે કે કેમ લોકો દર વર્ષે લૉટરીની ટિકિટૉ પાછળ હજારો ડૉલર ખર્ચી નાખે છે. આ અંગેની સરેરાશ બાબતે સીંગપૉરનો રૅકર્ડ છે. ત્યાં એક સરેરાશ કુટુંબ વર્ષે $૪૦૦૦ લૉટરી પાછળ ખર્ચે છે. આપણે હજૂ ઘણું કામ કરવાનું છે અને રીટાયરમૅન્ટ ક્ષેત્રે પણ ઘણા ઉપાયો શોધવાના છે ખાસ કરીને લોકો રીટાયરમેન્ટ પછી તેમનાં નાણાંનું શું કરે છે તે બાબતે. અને એક છેલ્લો સવાલઃ તમારાંમાંનાં કેટલા એ સગવડભરી હાલતમાં છે કે તમે તમારાં રીટાયરમૅન્ટ વિષે આયોજન કર્યું છે એક એવું નક્કર આયોજન કે જ્યારે તમે રીટાયર થાઓ, જ્યારે તમને સામાજીક સુરક્ષાના લાભ મળે, ત્યારે તમે કયા પ્રકારની જીવનશૈલિની આશા રાખો છો, દરેક મહિને તમારૂં ખર્ચ કેટલું હશે કે જેથી તમારી પાસેના પૈસા ખૂટી ન પડે? તમારામાનાં કેટલાં એવું માને છે કે તેમનીપાસે રીટાયરમૅન્ટના નિર્ણયોઅંગે ભવિષ્યમાટે નક્કર આયોજન છે. એક, બે, ત્રણ, ચાર. આટલાં સભ્ય શ્રોતાગણમાંથી પણ ત્રણ ટકાથી પણ ઓછા. વર્તણુક નાણાશાસ્ત્ર એ હજૂ ઘણો પંથ કાપવાનો બાકી છે. તેને ફરીને, ફરીને, પ્રભાવશાળી કરવા માટે હજૂ ઘણી તકો ઉપલબ્ધ છે. આપનો આભાર. [તાળીઓ]