1 00:00:00,273 --> 00:00:04,679 હું તમને તમારી આંખો બંધ કરવાની વિનંતિ કરીશ. 2 00:00:04,679 --> 00:00:07,996 તમે તમારી જાતને તમારાં ઘરનાં 3 00:00:07,996 --> 00:00:11,123 પ્રવેશદ્વાર પાસે ઊભા છો તેમ કલ્પો. 4 00:00:11,123 --> 00:00:14,792 હું તમને વિનંતિ કરીશ કે તમે દરવાજાનો રંગ 5 00:00:14,792 --> 00:00:18,788 અને તે શેનું બનેલું છે તે યાદ કરો. 6 00:00:18,788 --> 00:00:25,508 હવે ભારે વજનવાળા નાગડાઓનાં ટોળાંને સાઇકલ પર જતું કલ્પો. 7 00:00:25,508 --> 00:00:28,708 તેઓ નાગાઓની સાઇકલ હરિફાઇમાં ભાગ લઇ રહ્યા છે, 8 00:00:28,708 --> 00:00:32,458 અને સીધા જ તમારા ઘરના દરવાજા તરફ ધસી રહ્યા છે. 9 00:00:32,458 --> 00:00:34,408 હૂં ઇચ્છું છું કે તમે આ નજરે જૂઓ. 10 00:00:34,408 --> 00:00:37,500 તેઓ જોરથી પેડલ મારી રહ્યા છે અને પરસેવાથી નાહી ગયા છે, 11 00:00:37,500 --> 00:00:40,404 તેમ જ કૂદા કૂદ કરી રહ્યા છે. 12 00:00:40,404 --> 00:00:44,208 અને તેઓ સીધાજ તમારા ઘરના દરવાજા સાથે અથડાઇ રહ્યા છે. 13 00:00:44,208 --> 00:00:48,127 સાઇકલો ચારે બાજૂ ફંગોળાય છે, પૈડાં તમારી આસપાસથી પસાર થઇ રહ્યાં છે, 14 00:00:48,127 --> 00:00:51,958 સાઇકલના આરા ચારે બાજૂ ઊડી રહ્યા છે. 15 00:00:51,958 --> 00:00:55,183 તમારા ઘરના ઉંબરને વળોટી અને 16 00:00:55,183 --> 00:00:58,023 તમારા આગળના રવેશ કે તમારા મુખ્ય ઓરડાના પરસાળ કે અંદરની બાજૂએ ગમે ત્યાં, 17 00:00:58,023 --> 00:01:01,929 દાખલ થાઓ અને પ્રકાશને માણો. 18 00:01:01,929 --> 00:01:07,606 પ્રકાશ સીધો જ કૂકી મૉન્સ્ટર પર પડી રહ્યો છે. 19 00:01:07,606 --> 00:01:10,792 કૂકી મૉન્સ્ટર એક બદામી ઘોડા પર બેઠો 20 00:01:10,792 --> 00:01:13,496 તમારા તરફ હાથ હલાવી રહ્યો છે. 21 00:01:13,496 --> 00:01:15,304 તે બોલતો ઘોડો છે. 22 00:01:15,304 --> 00:01:19,837 તમે તેની વાદળી કેશવાળી તમારાં નાકને અડતી અનુભવી રહ્યાં છો. 23 00:01:19,837 --> 00:01:24,114 તમે તે એનાં મોંમાં જે જવના લોટ અને કિસમિસની બિસ્કીટ ઠૂંસી રહ્યો છે તેની સુગંધપણ માણી રહ્યાં છો. 24 00:01:24,114 --> 00:01:27,921 તેને પસાર કરી જાઓ. તેને પાર કરીને તમારા દિવાનખાનામાં જાઓ. 25 00:01:27,921 --> 00:01:30,958 તમારાં દિવાનખાનામાં, મહાકાય જીવંત વિશાળતરંગપટપર, 26 00:01:30,958 --> 00:01:33,770 બ્રીટની સ્પીઅર્સનું કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું કરો. 27 00:01:33,770 --> 00:01:39,265 બહુ જ ઓછાં કપડામાં તે તમારાં કૉફીટેબલ પર નૃત્ય કરતાં કરતાં 28 00:01:39,265 --> 00:01:41,809 "Hit Me Baby One More Time" ગાઇ રહી છે. 29 00:01:41,809 --> 00:01:44,731 અને પછી મારી પાછળ રસોડામાં આવો. 30 00:01:44,731 --> 00:01:49,031 તમારાં રસોડાનું ભોંયતળીયું પીળી ઇંટના રસ્તા વડે સજાવાયું છે 31 00:01:49,031 --> 00:01:52,725 અને તમારી ઑવનમાંથી ટિન મૅન, ડૉરૉથી, 32 00:01:52,725 --> 00:01:54,792 સ્કૅરક્રૉ અને 'ધ વિઝાર્ડ ઑવ ઑઝ'નો સિંહ 33 00:01:54,792 --> 00:01:57,173 હાથમાં હાથ પરોવીને નાચતાં કુદતાં 34 00:01:57,173 --> 00:02:00,000 સીધાં જ તમારી તરફ આવી રહ્યાં છે. 35 00:02:00,000 --> 00:02:04,333 ચાલો ત્યારે, હવે આંખો ખોલો. 36 00:02:04,333 --> 00:02:07,792 દરેક વસંત ઋતુમાં ન્યુ યૉર્ક શહેરમાં રાખવામાં આવતી 37 00:02:07,792 --> 00:02:10,875 એક અજીબોગરીબ સ્પર્ધા વિષે મારે તમને કહેવું છે. 38 00:02:10,875 --> 00:02:14,362 તે 'યુનાઇટેડ સ્ટૅટ્સ યાદશક્તિ સ્પર્ધા' તરીકે ઓળખાય છે. 39 00:02:14,362 --> 00:02:17,260 એ સ્પર્ધાના અહેવાલ સબબ હું ત્યાં થોડાં વર્ષ પહેલાં, એક વૈજ્ઞાનિક ખબરપત્રીની 40 00:02:17,260 --> 00:02:19,457 હેસીયતથી ગયો હતો. 41 00:02:19,457 --> 00:02:21,792 મને એમ હતું કે આ અતિબુધ્ધિશાળીઓની 42 00:02:21,792 --> 00:02:24,621 ખાસ સ્પર્ધા જેવી કોઇ સ્પર્ધા હશે. 43 00:02:24,621 --> 00:02:28,130 ત્યાં મને જૂદી જૂદી ઉંમરના અને જાતિના 44 00:02:28,130 --> 00:02:32,869 થોડા છોકરડાઓ અને સ્ત્રીઓ જોવા મળી. 45 00:02:32,869 --> 00:02:35,150 [હાસ્ય] 46 00:02:35,150 --> 00:02:39,359 તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ 47 00:02:39,359 --> 00:02:40,771 યાદ કરી રહ્યાં હતાં. 48 00:02:40,771 --> 00:02:45,133 તેઓ ડઝનબંધી અજાણ્યાં લોકોનાં નામ પણ યાદ રાખવાની કોશીશ કરી રહ્યાં હતાં. 49 00:02:45,133 --> 00:02:48,571 તેઓ થોડી મિનિટૉમાં જ આખીને આખી કવિતાઓ યાદ કરવા મથી રહ્યાં હતાં. 50 00:02:48,571 --> 00:02:50,750 તેઓ એ બાબતે પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં કે ચીપી કાઢેલ પત્તાંના 51 00:02:50,750 --> 00:02:54,750 ક્રમને કોણ સહુથી ઝડપથી યાદ રાખી શકે છે. 52 00:02:54,750 --> 00:02:56,594 મને તો આ બધું માન્યામાં જ નહોતું આવતું. 53 00:02:56,594 --> 00:02:59,750 આ લોકો કુદરતની વિચિત્રતાઓ હશે. 54 00:02:59,750 --> 00:03:03,375 મેં કેટલાક સ્પર્ધકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. 55 00:03:03,375 --> 00:03:04,750 આ છે ઍડ કૂક 56 00:03:04,750 --> 00:03:06,317 જે ઇંગ્લૅંન્ડથી આવેલ છે 57 00:03:06,317 --> 00:03:08,283 અને તે ત્યાની સહુથી વધારે પ્રશિક્ષિત યાદદાસ્તવાળી વ્યક્તિઓ પૈકી એક છે. 58 00:03:08,283 --> 00:03:12,048 મેં તેને પૂછ્યૂં,"ઍડ, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે 59 00:03:12,048 --> 00:03:14,556 તમે પ્રખર યાદશક્તિ ધરાવો છો?" 60 00:03:14,556 --> 00:03:17,320 ઍડનો જવાબ હતો કે "હું મહાપંડિત છું જ નહીં. 61 00:03:17,320 --> 00:03:19,896 હકીકતે, મારી યાદશક્તિ તો બહુ સામાન્ય છે. 62 00:03:19,896 --> 00:03:21,568 આ સ્પર્ધામાં ભાગ લેનાર બધાંજની 63 00:03:21,568 --> 00:03:24,829 યાદશક્તિ સામાન્ય જ કહી શકાય તેવી છે. 64 00:03:24,829 --> 00:03:26,708 અમે બધાંએ પધ્ધતિસરનાં પ્રશિક્ષણ વડે તેમ જ 65 00:03:26,708 --> 00:03:30,929 ૨૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં શોધાયેલી જૂની પધાતિઓને આધારે 66 00:03:30,929 --> 00:03:32,987 અમે લોકો યાદશક્તિનાં આવાં અફલાતુન 67 00:03:32,987 --> 00:03:36,535 કારનામાં કરી રહ્યાં છીએ. 68 00:03:36,535 --> 00:03:39,667 આ એ જ પધ્ધતિઓ છે જે સિસેરૉ 69 00:03:39,667 --> 00:03:41,527 ભાષણો યાદ રાખવા અને 70 00:03:41,527 --> 00:03:45,721 પુરાતન કાળના વિદ્વાનો આખાંને આખાં પુસ્તકો યાદ રાખવા વાપરતા હતા." 71 00:03:45,721 --> 00:03:49,437 મારાથી આશ્ચર્યસાથે બોલાઇ પડ્યું,"ઓહો, મેં કેમ આ પહેલાં આ વાત સાંભળી નથી?" 72 00:03:49,437 --> 00:03:52,156 સ્પર્ધાના સભાગૃહની બહાર અમે ઉભા હતા, 73 00:03:52,156 --> 00:03:55,833 ત્યાં, ઍડ,કે જે બહુ જ પ્રતિભાશાળી છે, 74 00:03:55,833 --> 00:03:58,898 પરંતુ થોડો તરંગી અંગ્રેજ છે, 75 00:03:58,898 --> 00:04:03,333 તેણે મને સંભળાવ્યું,"જૉશ, તમે અમેરીકી પત્રકાર છો. 76 00:04:03,333 --> 00:04:05,439 તમે બ્રીટની સ્પીઅર્સને ઓળખો છો?" 77 00:04:05,439 --> 00:04:10,252 મારો જવાબ હતો, "શું? ના. કેમ?" 78 00:04:10,252 --> 00:04:13,333 "કારણકે હું બ્રીટની સ્પીઅર્સને યુ.ઍસ ટેલીવીઝન પર 79 00:04:13,333 --> 00:04:15,962 ચીપી કાઢેલ પત્તાંનો ક્રમ કઇ રીતે યાદ રાખી શકાય તે 80 00:04:15,962 --> 00:04:18,208 શીખવાડવાનો છું. 81 00:04:18,208 --> 00:04:21,479 તેનાથી આખી દુનિયાને સાબિત કરી આપીશ કે આ કામ કોઇપણ કરી શકે છે." 82 00:04:21,479 --> 00:04:25,893 (હાસ્ય) 83 00:04:25,893 --> 00:04:29,383 મેં કહ્યું, 'હું બ્રીટની સ્પીઅર્સ તો નથી, 84 00:04:29,383 --> 00:04:32,148 પણ તમે મને પણ શીખવાડી તો શકો. 85 00:04:32,148 --> 00:04:34,583 મારો મતલબ એ છે કે, તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી રહી ને?" 86 00:04:34,583 --> 00:04:38,375 અને આમ શરૂ થઇ મારી એક બહુ જ અદ્ભુત સફર. 87 00:04:38,375 --> 00:04:41,279 પછીનું લગભગ આખું વર્ષ હું માત્ર 88 00:04:41,279 --> 00:04:43,375 યાદશક્તિનું પ્રશિક્ષણ જ ન લેતો રહ્યો, 89 00:04:43,375 --> 00:04:45,125 પણ ચીવટથી શોધખોળ પણ કરતાં , 90 00:04:45,125 --> 00:04:47,231 સમજવાની કોશીશ કરતો રહ્યો કે કોઇવાર તો એ કામ કરી જાય છે, 91 00:04:47,231 --> 00:04:49,502 કોઇ વાર કેમ કામ નથી કરી જતું 92 00:04:49,502 --> 00:04:51,987 અને તેની શું શક્યતાઓ હોઇ શકે. 93 00:04:51,987 --> 00:04:54,293 હું બહુ, ખરાં રસપ્રદ, લોકોને મળ્યો. 94 00:04:54,293 --> 00:04:56,075 આ ભાઇ ઇ.પી. તરીકે ઓળખાય છે. 95 00:04:56,075 --> 00:04:58,583 એ એવા ભૂલક્કડ છે જેમની યાદશક્તિ કદાચ, 96 00:04:58,583 --> 00:05:01,292 આખી દુનિયામાં સહુથી વધારે નબળી હશે. 97 00:05:01,292 --> 00:05:02,952 નવાઇની વાત તો એ છે કે, 98 00:05:02,952 --> 00:05:05,702 તેની યાદશક્તિ એટલી નબળી હતી કે તેને યાદ નથી રહેતું 99 00:05:05,702 --> 00:05:07,589 એ પણ તેને યાદ નહોતું. 100 00:05:07,589 --> 00:05:09,304 આમ એ એક બહુ દુઃખી વ્યક્તિ છે, 101 00:05:09,304 --> 00:05:11,292 પણ આપણ જે છીએ તે હોવામાં યાદશક્તિનો ફાળો કેટલો છે 102 00:05:11,292 --> 00:05:15,102 તે સમજવા માટે એ એક મોકો છે. 103 00:05:15,102 --> 00:05:18,140 અને બીજે છેડે, હું આ ભાઇને મળ્યો. 104 00:05:18,140 --> 00:05:19,877 એ છે કિમ પીક. 105 00:05:19,877 --> 00:05:23,364 ડસ્ટિન હૉફ્ફમૅનની ફિલ્મ "રેઇન મૅન" તેનાપરથી બનાવાઇ છે. 106 00:05:23,364 --> 00:05:26,046 અમે એક બપોરે 107 00:05:26,046 --> 00:05:29,683 સૉલ્ટ લૅક પબ્લીક લાયબ્રેરીમાં ફોન ડીરેકટરી યાદ કરવા એકઠા થયા, 108 00:05:29,683 --> 00:05:32,770 જેમાં બહુ મજા પડી. 109 00:05:32,770 --> 00:05:35,727 (હાસ્ય) 110 00:05:35,727 --> 00:05:39,157 પાછા ફરીને મેં યાદશક્તિ પરના ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં, 111 00:05:39,157 --> 00:05:42,990 એ પુસ્તકો પુરાતન લેટીનમાં ૨૦૦૦થી વધારે વર્ષ પહેલાં 112 00:05:42,990 --> 00:05:44,896 લખાયાં હતાં. 113 00:05:44,896 --> 00:05:47,233 મને બહુ જ બધું રસપ્રદ જાણવા મળ્યું. 114 00:05:47,233 --> 00:05:49,796 જે પૈકી એક બહુ જ રસ પડે તેવી વાત એ જાણવા મળી કે 115 00:05:49,796 --> 00:05:53,038 એક સમયે, 116 00:05:53,038 --> 00:05:55,514 આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો 117 00:05:55,514 --> 00:06:01,286 આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો 118 00:06:01,286 --> 00:06:06,314 વિચાર, જેટલો આજે અપરિચિત જણાય છે, તેટલો અપરિચિત હતો નહીં. 119 00:06:06,314 --> 00:06:11,071 એ સમયે લોકો પોતાની યાદશક્તિની પાછળ, અને વિચારશક્તિ 120 00:06:11,071 --> 00:06:16,096 સખત મહેનતથી સતેજ રાખવામાં, રોકાણ કરતાં. 121 00:06:16,096 --> 00:06:18,219 છેલ્લાં હજારો વર્ષોમાં 122 00:06:18,219 --> 00:06:20,965 આપણે શ્રેણીબધ્ધ ટૅક્નૉલૉજીઓના આવિષ્કાર કરી ચૂક્યા છીએ-- 123 00:06:20,965 --> 00:06:23,375 મૂળાક્ષરથી ચર્મપત્ર પરના વીંટાથી 124 00:06:23,375 --> 00:06:25,694 હસ્તલિખિત ગ્રંથો, મુદ્રણ કળા, ફૉટૉગ્રાફી, 125 00:06:25,694 --> 00:06:27,608 કમ્પ્યુટર્સ, સ્માર્ટફૉન સુધી -- 126 00:06:27,608 --> 00:06:30,540 જેને પરિણામે આપણી યાદશક્તિનું બાહ્ય સ્વરૂપ આપવાનું 127 00:06:30,540 --> 00:06:33,125 વધારે ને વધારે સરળ થતું ગયું છે, 128 00:06:33,125 --> 00:06:35,367 જેને પરિણામે મૂળભૂત માનવ ક્ષમતાને 129 00:06:35,367 --> 00:06:39,080 તાત્વીક રીતે બહારથી મેળવાપાત્ર ક્ષમતામાં ફેરવી શકાયું છે. 130 00:06:39,080 --> 00:06:42,679 આ ટૅક્નૉલૉજીઓએ આપણી વર્તમાન દુનિયા શક્ય બનાવી છે તે ખરૂં, 131 00:06:42,679 --> 00:06:44,477 પણ સાથે સાથે આપણને બદલી પણ કાઢેલ છે. 132 00:06:44,477 --> 00:06:46,227 તેઓએ આપણને સાંસ્કૃતિક રીતે, 133 00:06:46,227 --> 00:06:49,761 અને મારા મત મુજબ તો આપણી વિચારપ્રક્રિયાની દ્રષ્ટિએ પણ, બદલી કાઢેલ છે. 134 00:06:49,761 --> 00:06:52,327 હવે યાદ રાખવાની એટલી ઓછી જરૂર રહી છે કે, 135 00:06:52,327 --> 00:06:55,444 કોઇવાર તો આપણે કંઇ પણ યાદ કેમ રાખતાં હતાં તે જ ભૂલાઇ ગયું છે. 136 00:06:55,444 --> 00:06:57,183 પૃથ્વી પર હવે છેલ્લી જગ્યા એક જ બચી છે, જ્યાં 137 00:06:57,183 --> 00:07:00,287 પ્રશિક્ષિત,કેળવાયેલ અને ખાસ વિકસાવેલ યાદશક્તિના વિચારને 138 00:07:00,287 --> 00:07:03,529 લોકો ઉત્કટ લાગણીથી જોતાં હોય - 139 00:07:03,529 --> 00:07:06,288 આ પૂરેપૂરી અસાધારણ યાદશક્તિ સ્પર્ધા. 140 00:07:06,288 --> 00:07:07,604 જો કે તે એટલી અસાધારણ નથી, કારણકે 141 00:07:07,604 --> 00:07:09,929 હવે તો વિશ્વમાં બધી જ જગ્યાએ આવી સ્પર્ધાઓ થઇ રહી છે. 142 00:07:09,929 --> 00:07:14,087 મને તો અચરજ એ હતું કે આ કઇ રીતે કરતાં હશે. 143 00:07:14,087 --> 00:07:18,806 થોડાં વર્ષ પહેલાં લંડનની યુનિવર્સીટી કૉલેજના સંશોધકોનાં એક જૂથે 144 00:07:18,806 --> 00:07:21,583 થોડા યાદશક્તિ સ્પર્ધાઓના વિજેતાઓને એક પ્રયોગશાળામાં એકઠા કર્યા. 145 00:07:21,583 --> 00:07:23,089 તેઓ જાણવા માગતા હતા કેઃ 146 00:07:23,089 --> 00:07:24,456 શું આ લોકોનાં મગજની શારીરીક રચના કે ઘડતર 147 00:07:24,456 --> 00:07:28,898 આપણાં બધાં કરતાં કંઇ જૂદાં છે? 148 00:07:28,898 --> 00:07:31,902 જવાબ હતોઃ ના. 149 00:07:31,902 --> 00:07:35,006 તેઓ આપણા કરતાં વધારે બુધ્ધિશાળી છે? 150 00:07:35,006 --> 00:07:36,717 તેઓએ તેમને થોડી જ્ઞાન-ચકાસણીની પરિક્ષાઓ આપી, 151 00:07:36,717 --> 00:07:38,987 અને જવાબ હતો, ના, વસ્તુતઃ નહીં. 152 00:07:38,987 --> 00:07:42,315 જો કે યાદશક્તિના વિજેતાઓ અને 153 00:07:42,315 --> 00:07:44,423 નીરીક્ષણ હેઠળના લોકોનાં મગજ વચ્ચે 154 00:07:44,423 --> 00:07:46,990 એક ખરેખર રસપ્રદ અને નોંધપાત્ર તફાવત હતો ખરો. 155 00:07:46,990 --> 00:07:49,667 જ્યારે યાદશક્તિ વિજેતાઓઅને 156 00:07:49,667 --> 00:07:51,711 જ્યારે તેઓ આંકડાઓ, 157 00:07:51,711 --> 00:07:56,717 લોકોના ચહેરાઓ અને બરફ વર્ષાનાં ચિત્રો યાદ રાખવાની પ્રક્રિયામાં મશગુલ હતાં ત્યારે એમ આર આઇ મશીનની નીચે 158 00:07:56,717 --> 00:07:59,033 નીરીક્ષણ કરતાં એમ જોવા મળ્યું કે 159 00:07:59,033 --> 00:08:01,277 બીજાં બધાંની સરખામણીમાં તેઓ મગજના અલગ ભાગને 160 00:08:01,277 --> 00:08:03,288 સચેત કરતાં હતાં. 161 00:08:03,288 --> 00:08:06,573 ખાસ નોંધનીય તો એ છે કે, તેઓ સ્થળ ની યાદશક્તિ 162 00:08:06,573 --> 00:08:10,790 અને હલનચલન સાથે સંકળાયેલ મગજના હિસ્સાનો ઉપયોગ કરતાં જણાતાં હતાં. 163 00:08:10,790 --> 00:08:17,033 કેમ? શું આ આપણે તેમાંથી કંઇ શીખી શકીએ તેમ છીએ? 164 00:08:17,033 --> 00:08:21,233 યાદશક્તિની સ્પર્ધાત્મક રમત 165 00:08:21,233 --> 00:08:24,081 એ શસ્ત્રોની દોડ જેવી છે 166 00:08:24,081 --> 00:08:27,125 જેમાં દર વર્ષે લોકો કંઇને કંઇ વધારે ઝડપથી વધારે યાદ રાખવાની 167 00:08:27,125 --> 00:08:29,813 નવી રીત ઉમેરતાં જ રહેતાં હોય છે, 168 00:08:29,813 --> 00:08:31,652 અને બાકીનાં બધાએ તેમની સાથે રહેવા મહેનત કરતાં રહેવાનું છે. 169 00:08:31,652 --> 00:08:33,500 આ છે મારા મિત્ર, ત્રણ વારના વિશ્વ યાદશક્તિ વિજેતા, 170 00:08:33,500 --> 00:08:35,250 બૅન પ્રિડમૉર. 171 00:08:35,250 --> 00:08:37,083 તેમનાં મેજ પર સામે 172 00:08:37,083 --> 00:08:40,777 ચીપીને રાખેલ ગંજીફાના ૩૬ સૅટ પડ્યા છે 173 00:08:40,777 --> 00:08:43,525 જે તે એક કલાકમાં યાદ કરી લેવાનો પ્રયત્ન કરવાના છે, 174 00:08:43,525 --> 00:08:47,881 જેના માટે તેમણે જ શોધેલી અને એક માત્ર તેમણે નિપુણતા મેળવેલ ટેકનીક વાપરવાના છે. 175 00:08:47,881 --> 00:08:49,792 તેમણે આવી જ ટૅકનીકવડે 176 00:08:49,792 --> 00:08:52,234 ૪,૧૪૦ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા દ્વિઅંકી આકડાઓના 177 00:08:52,234 --> 00:08:58,042 ચોક્કસ ક્રમને અરધા કલાકમાં 178 00:08:58,042 --> 00:09:00,944 યાદ કરી લીધેલ.. 179 00:09:00,944 --> 00:09:02,875 હા, અર્ધા કલાકમાં. 180 00:09:02,875 --> 00:09:06,423 આમ આ સ્પર્ધાઓમાં યાદ રાખવાના કે બધું જ યાદ રાખવાના 181 00:09:06,423 --> 00:09:10,000 બહુ જ બધા રસ્તાઓ છે, પણ 182 00:09:10,000 --> 00:09:12,892 એ બધી જ ટૅકનીકો આખરે તો 183 00:09:12,892 --> 00:09:15,500 જીણવટ ભરી સાંકેતિક પધ્ધતિની 184 00:09:15,500 --> 00:09:19,148 વિભાવના પર આવીને મળે છે. 185 00:09:19,148 --> 00:09:21,829 અને તેને સમજાવવા માટે એક નવીન વિરોધાભાસ, 186 00:09:21,829 --> 00:09:23,875 જે "બૅકર વિરોધાભાસ" તરીકે ઓળખાય છે, 187 00:09:23,875 --> 00:09:25,437 તેને જોઇએઃ 188 00:09:25,437 --> 00:09:28,333 ધારો કે હું બે વ્યક્તિને એક સરખો શબ્દ યાદ રાખવાનું કહું, 189 00:09:28,333 --> 00:09:29,900 અને પછી તમને કહું કે, 190 00:09:29,900 --> 00:09:33,527 "બૅકર નામે એક ભાઇ છે એવું યાદ રાખજો." 191 00:09:33,527 --> 00:09:35,033 તે એનું નામ છે. 192 00:09:35,033 --> 00:09:40,819 અને પછીથી કહું કે "યાદ રાખજો કે એક ભાઇ છે જે બૅકર છે." 193 00:09:40,819 --> 00:09:44,061 થોડા સમય પછી આવીને હું તમને પુછું, 194 00:09:44,061 --> 00:09:47,100 "શું તમને મેં થોડી વાર પહેલાં 195 00:09:47,100 --> 00:09:48,477 કહેલો શબ્દ યાદ છે? 196 00:09:48,477 --> 00:09:50,275 તમને યાદ છે ખરૂં, એ કયો શબ્દ હતો? 197 00:09:50,275 --> 00:09:53,542 જેને એમ કહેવામાં આવ્યું હતું કે તેનું નામ બૅકર છે 198 00:09:53,542 --> 00:09:55,861 તેને એ શબ્દ યાદ રહેવાની શક્યતા ઓછી છે, 199 00:09:55,861 --> 00:09:59,712 અને જેને તેનો વ્યવસાય બૅકર છે એમ કહ્યું હતું એને યાદ રહેવાની શક્યતા વધારે છે. 200 00:09:59,712 --> 00:10:02,791 એ જ શબ્દ, યાદ રહેવાની જૂદી જૂદી માત્રા; અચંબો થાય તેવું છે. 201 00:10:02,791 --> 00:10:04,768 શું ચાલી રહ્યું છે અહિંયા? 202 00:10:04,768 --> 00:10:09,804 આમ જૂઓ તો બૅકર નામ સાથે તમારે કોઇ લેવાદેવા નથી. 203 00:10:09,804 --> 00:10:12,095 તમારાં મગજમાં ભમી રહેલી 204 00:10:12,095 --> 00:10:15,333 બધી યાદશક્તિઓથી તે સાવ જ જોડાયેલું નથી. 205 00:10:15,333 --> 00:10:17,223 તેમાં પણ એક સામાન્ય નામ - બૅકર. 206 00:10:17,223 --> 00:10:19,094 આપણે બૅકરીવાળાને જાણીએ છીએ. 207 00:10:19,094 --> 00:10:21,123 તેઓ ખાસ પ્રકારની ટોપી માથે પહેરે છે. 208 00:10:21,123 --> 00:10:22,750 તેઓના હાથ ગુંદેલા લોટથી ખરડાયેલા હોય છે. 209 00:10:22,750 --> 00:10:24,825 જ્યારે તેઓ કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સરસ સુગંધથી મઘમઘતા હોય છે 210 00:10:24,825 --> 00:10:26,952 શક્ય છે કે આપણે એકાદ બેકરીવાળાને ઓળખતા પણ હોઇએ. 211 00:10:26,952 --> 00:10:28,363 અને આપણે જેવો એ શબ્દ પહેલીવાર સાંભળીએ 212 00:10:28,363 --> 00:10:31,208 એટલે એ બધી જોડાણની કડીઓને સતેજ કરીએ છીએ 213 00:10:31,208 --> 00:10:35,279 જેથી પાછળથી જરૂર પડે ત્યારે યાદ કરી શકાય. 214 00:10:35,279 --> 00:10:38,237 આ બધી જ યાદશક્તિ સ્પર્ધાઓમાં જે ચાલી રહ્યુ છે 215 00:10:38,237 --> 00:10:40,352 તેમ જ રોજબરોજનાં 216 00:10:40,352 --> 00:10:43,579 જીવનમાં વધારે સારી રીતે યાદ રાખવાની બધીજ કળાનાં મૂળમાં 217 00:10:43,579 --> 00:10:47,565 મોટા અક્ષરે કહેવાયેલ બેકરને નાના અક્ષરમાં કહેવાયેલ બેકરમાં 218 00:10:47,565 --> 00:10:49,561 ફેરવીને સંદર્ભ વગર, કોઇ ખાસ અર્થ વગર કે 219 00:10:49,561 --> 00:10:52,948 કોઇ ખાસ મહત્વ વગર કહેવાયેલી માહિતિને 220 00:10:52,948 --> 00:10:55,254 એવી રીતે બદલવાની વાત છે કે 221 00:10:55,254 --> 00:10:56,804 જેથી તે કોઇ પણ રીતે 222 00:10:56,804 --> 00:10:58,979 આપણાં મગજમાં બીજું બધું જે કંઇ 223 00:10:58,979 --> 00:11:03,764 ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અર્થસભર બની રહે. 224 00:11:03,764 --> 00:11:07,498 આ પ્રમાણે કરવાની સવિસ્તર ટૅકનીક પૈકી એક 225 00:11:07,498 --> 00:11:11,417 ૨૫૦૦ વર્ષ પુરાણાં ગ્રીસની છે. 226 00:11:11,417 --> 00:11:13,395 તે યાદશક્તિના મહેલ તરીકે જાણીતી છે. 227 00:11:13,395 --> 00:11:16,820 તેની પાછળની વાત કંઇક આવી છેઃ 228 00:11:16,820 --> 00:11:19,792 એક કવિ, સિમૉનીડૅસ, 229 00:11:19,792 --> 00:11:21,698 એક મહેફિલમાં હાજરી આપી રહ્યો હતો. 230 00:11:21,698 --> 00:11:23,946 ખરી રીતે તો ભાડૂતી મનોરંજક હતો 231 00:11:23,946 --> 00:11:26,958 કારણ કે એ દિવસોમાં જો તમારે જોરદાર મહેફિલ કરવી હોય તો 232 00:11:26,958 --> 00:11:30,170 ડી.જે. નહીં, પણ કવિઓને ભાડેથી બોલાવવા પડતા. 233 00:11:30,170 --> 00:11:35,040 તે ઊભો થઇ,પોતાની યાદશક્તિને આધારે કવિતા સંભળાવી અને ચાલતી પકડે છે, 234 00:11:35,040 --> 00:11:40,152 અને જે ઘડીએ તે બહાર પગ મૂકે છે તેવું જ સભાગૃહ હેઠું પડે છે 235 00:11:40,152 --> 00:11:42,833 અને તેમાંનાં બધાં મરી જાય છે. 236 00:11:42,833 --> 00:11:45,398 બધાં જ માત્ર મરી નથી જતાં, 237 00:11:45,398 --> 00:11:49,262 તે એવાં ચગદાઇ જાય છે કે ઓળખાય પણ નહીં. 238 00:11:49,262 --> 00:11:51,583 અંદર કોણ હતું કે કોણ ક્યાં બેઠું જતું તે 239 00:11:51,583 --> 00:11:54,754 તે પણ કહેવું અશક્ય બની ગયું હતું. 240 00:11:54,754 --> 00:11:56,993 મૃત દેહોની યોગ્ય દફનક્રિયા પણ થઇ શકે તેમ નહોતું. 241 00:11:56,993 --> 00:12:00,836 એક ઉપર બીજી કરૂણતા સર્જાઇ હતી. 242 00:12:00,836 --> 00:12:03,540 આ આખા કાટમાળનો એક માત્ર બચી ગયેલો, 243 00:12:03,540 --> 00:12:05,671 સિમૉનીડેસ, બહાર ઉભે ઉભે, 244 00:12:05,671 --> 00:12:09,307 આંખો બંધ કરી અને તેની આંખોની સામે જે છૂપાયેલું છે 245 00:12:09,307 --> 00:12:11,845 તે યાદ કરે છે, 246 00:12:11,845 --> 00:12:16,990 તો તેમાં તે મહેફિલમાં બેઠેલા એકોએક મહેમાનને જોઇ શકે છે. 247 00:12:16,990 --> 00:12:19,333 તે બધાં જ સગાંસંબંધીઓના હાથ પકડીને 248 00:12:19,333 --> 00:12:23,391 એ કાટમાળમાં તેમનાં સ્વજનો સુધી લઇ જતો હતો. 249 00:12:23,391 --> 00:12:26,655 સિમૉનીડેસ તે સમયે જે કંઇ કરી રહ્યો હતો, 250 00:12:26,655 --> 00:12:30,088 તે આપણે પણ લગભગ સહજપણે કદાચ જાણીએ છીએ, 251 00:12:30,088 --> 00:12:32,500 અને એ કે આપણે નામ કે ફૉન નંબર 252 00:12:32,500 --> 00:12:35,394 કે આપણા સહયોગીઓની શબ્દશઃ સુચનાઓ 253 00:12:35,394 --> 00:12:38,052 યાદ રાખવામાં ગમે તેટલાં કાચાં હશું, 254 00:12:38,052 --> 00:12:43,542 પણ આપણને ચક્ષુગમ્ય કે સ્થળને લગતી કોઇ પણ વાત સારી રીતે યાદ રહે છે. 255 00:12:43,542 --> 00:12:47,138 જો મેં તમને હમણાં જ કહેલી સિમૉનીડેસની વાતના પહેલા 256 00:12:47,138 --> 00:12:49,602 ૧૦ શબ્દો ફરીથી કહેવાનું કહું, 257 00:12:49,602 --> 00:12:52,090 તો શકય છે કે તમને તે અઘરું પડે. 258 00:12:52,090 --> 00:12:54,404 પરંતુ જો હું તમને 259 00:12:54,404 --> 00:12:57,087 તમારી પરસાળમાંના બદામી ઘોડાપર 260 00:12:57,087 --> 00:13:01,643 અત્યારે કોણ બેઠું છે 261 00:13:01,643 --> 00:13:03,641 તે યાદ કરવાનું કહું, તો 262 00:13:03,641 --> 00:13:05,966 જરૂર તે તમારી આંખોસામે આવી જશે. 263 00:13:05,966 --> 00:13:08,496 આ કલ્પિત ઇમારતનું ચિત્ર તમારી આખ સમક્ષ 264 00:13:08,496 --> 00:13:13,129 ઊભું કરવાનો વિચાર યાદદાસ્તના મહેલના સિધ્ધાંતમાં આવરી લેવાયો છે 265 00:13:13,129 --> 00:13:14,875 અને તમે જે 266 00:13:14,875 --> 00:13:17,083 યાદ કરવા માગો છો એ ચિત્ર જેમ 267 00:13:17,083 --> 00:13:20,412 વધારે મૂર્ખું, જેમ વધારે અકળ, જેમ વધારે ઊટપટાંગ, 268 00:13:20,412 --> 00:13:24,012 જેમ વધારે હાસ્યાપદ કે વિચિત્ર કે ગોબરૂં, 269 00:13:24,012 --> 00:13:26,887 તેમ તે ભૂલવું મુશ્કેલ. 270 00:13:26,887 --> 00:13:29,721 આ સલાહ તો ૨૦૦૦ વર્ષ જૂના 271 00:13:29,721 --> 00:13:32,506 સહુથી જૂના લૅટિન યાદશક્તિના ગ્રંથોમાં કહેવાયેલ છે. 272 00:13:32,506 --> 00:13:34,335 આનો ઉપયોગ કેમ કરવો? 273 00:13:34,335 --> 00:13:36,875 માની લો કે તમને ટીઈડીના મધ્યસ્થ મંચ પરથી 274 00:13:36,875 --> 00:13:40,681 વ્યક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું છે 275 00:13:40,681 --> 00:13:43,215 અને તમે તેને યાદ રાખીને જ કહેવા માગો છો, 276 00:13:43,215 --> 00:13:48,260 તેમ જ તમે સિસૅરૉએ ૨૦૦૦ વર્ષ પહેલાંના ટીઈડીxરૉમના મચપર જે રીતે 277 00:13:48,260 --> 00:13:52,919 વ્યક્તવ્ય આપ્યું હોત તે રીતે જ વ્યક્તવ્ય આપવા માગો છો. 278 00:13:52,919 --> 00:13:55,177 તમે તમારાં ઘરનાં 279 00:13:55,177 --> 00:14:00,396 મુખ્ય દ્વારની સામે ઊભા છો તેમ તમારે કલ્પવાનું છે. 280 00:14:00,396 --> 00:14:02,438 અને તમારે કોઇપણ 281 00:14:02,438 --> 00:14:05,946 ગાંડુંઘેલું, હાંસીપાત્ર કે કોઇ હિસાબે ભૂલી ન શકાય તેવું ચિત્ર વિચારી કાઢવાનું છે 282 00:14:05,946 --> 00:14:08,929 જે તમને આ સાવેસાવ વિચિત્ર સ્પર્ધાવિષે વાત કરવાનું 283 00:14:08,929 --> 00:14:11,721 યાદ કરાવે. 284 00:14:11,721 --> 00:14:14,554 અને પછી તમારે ઘરની અંદર જવાનું છે, 285 00:14:14,554 --> 00:14:17,406 જ્યાં તમે શ્રીમાન ઍડ પર બેઠેલા 286 00:14:17,406 --> 00:14:19,293 કુકી મૉન્સ્ટરને જોશો. 287 00:14:19,293 --> 00:14:20,562 તેનાથી તમને યાદ આવી જશે કે 288 00:14:20,562 --> 00:14:23,736 તે પછીથી તમારે તમારા મિત્ર ઍડ કૂકનો પરિચય આપવાનો છે 289 00:14:23,736 --> 00:14:26,400 પછી તમને બ્રીટની સ્પીઅર્સનાં ચિત્ર દેખાશે 290 00:14:26,400 --> 00:14:29,212 જે તમને યાદ કરાવશે કે તમારે રમૂજી ટૂચકો કહેવાનો છે. 291 00:14:29,212 --> 00:14:30,884 પછી તમે જશો રસોડાં ભણી, 292 00:14:30,884 --> 00:14:32,729 જે તમને તમારી છેલાં એક વર્ષના નવા જ અનુભવની 293 00:14:32,729 --> 00:14:35,667 વાત કરવાનું યાદ અપાવડાવશે, 294 00:14:35,667 --> 00:14:40,631 જેમાં તમને મદદ કરવા તમારા મિત્રો પણ સાથે હશે. 295 00:14:40,631 --> 00:14:44,850 રૉમન વ્યાખાનકર્તાઓ આ રીતે તેમનાં વ્યક્તવ્યો યાદ રાખતા -- 296 00:14:44,850 --> 00:14:48,244 શબ્દેશબ્દ નહીં, કારણકે તેનાથી જરૂર ગુંચવાડો થાય જ, 297 00:14:48,244 --> 00:14:50,656 પરંતુ એક-વિષય-બાદ-બીજો-વિષયની પધ્ધતિથી. 298 00:14:50,656 --> 00:14:53,563 હકીકતે, "વિષય વાક્ય" શબ્દ પ્રયોગ જ 299 00:14:53,563 --> 00:14:56,863 ગ્રીક શબ્દ "ટૉપૉસ" પરથી બનેલો છે, 300 00:14:56,863 --> 00:14:58,583 જેનો અર્થ "સ્થળ" થાય છે. 301 00:14:58,583 --> 00:15:00,150 જો કે આ તો હવે, લોકો જ્યારે 302 00:15:00,150 --> 00:15:02,470 વ્યક્તવ્યકળા અને વાક્છટા વિષે વિચારતી વખતે આ પ્રકારની સ્થળ સાથે સંકળાયેલી 303 00:15:02,470 --> 00:15:04,708 યાદ વાપરતા તેના, અવશેષ છે. 304 00:15:04,708 --> 00:15:06,645 "સહુથી પહેલાં" શબ્દ પ્રયોગને 305 00:15:06,645 --> 00:15:10,068 તમારી યાદશક્તિના મહેલનાં પહેલાં સ્થાન સાથે સરખાવી શકાય. 306 00:15:10,068 --> 00:15:12,048 મને આ બહુ જ આકર્ષક લાગ્યું 307 00:15:12,048 --> 00:15:13,948 એટલે હું તેના તરફ ખેંચાયો. 308 00:15:13,948 --> 00:15:16,696 તેથી હું થોડી વધારે યાદશક્તિ સ્પર્ધાઓમાં ગયો. 309 00:15:16,696 --> 00:15:19,257 મારાં મનમાં એમ હતું કે આ સ્પર્ધાગામી યાદ રાખનારાઓના આંતર્સ્વભાવ બાબતે 310 00:15:19,257 --> 00:15:22,550 થોડું લંબાણથી લખીશ. 311 00:15:22,550 --> 00:15:24,577 પરંતુ એક સમસ્યા આવી પડી. 312 00:15:24,577 --> 00:15:27,325 સમસ્યા એ છે કે યાદશક્તિ સ્પર્ધા એ 313 00:15:27,325 --> 00:15:31,054 મહાકંટાળાજનક પ્રવૃતિ છે. 314 00:15:31,054 --> 00:15:33,660 (હાસ્ય) 315 00:15:33,660 --> 00:15:38,210 સાચે જ, એ તો સાવ થોડા લોકો એકઠા થઇને SATની કસોટીઓ કરી રહ્યા હોય તેવું જ છે. 316 00:15:38,210 --> 00:15:39,904 મારો કહેવાનો મતલબ એ છે કે,જ્યારે લોકો પોતાનું માથું 317 00:15:39,904 --> 00:15:41,283 ખંજવાળવાનું શરૂ કરે ત્યારે તે વધુ નાટકીય બની જતું હોય છે. 318 00:15:41,283 --> 00:15:44,321 બાકી હું તો પત્રકાર છું,મારે તો કંઇને કંઇ લખવા જોઇએ. 319 00:15:44,321 --> 00:15:48,098 હું જાણું છું કે આ લોકોનાં મગજમાં અકલ્પ્ય વાતો ઘુમરાઇ રહી છે, 320 00:15:48,098 --> 00:15:50,198 પણ હું તેને પહોંચી તો ન શકું ને. 321 00:15:50,198 --> 00:15:52,917 એટલે, મને થયું કે, જો મારે આ વાત કહેવી હોય તો, 322 00:15:52,917 --> 00:15:55,667 મારે એમનાં પેંગડામાં થોડા ઘણા તો પગ નાખવા તો પડે. 323 00:15:55,667 --> 00:15:59,248 એટલે મેં દરરોજ સવારે ન્યુ યૉર્ક ટાઇમ્સ વાંચતાનું શરૂ કરતાં પહેલાં, 324 00:15:59,248 --> 00:16:02,083 કંઇને કંઇ યાદ રાખવા પાછળ ૧૦ થી ૧૫ મિનિટ 325 00:16:02,083 --> 00:16:04,604 ગાળવાનું શરૂ કર્યું. 326 00:16:04,604 --> 00:16:06,273 કોઇ વાર તે કવિતા પણ હોય. 327 00:16:06,273 --> 00:16:08,312 કે પછી પસ્તીમાં થી ખરીદેલ જૂનાં વાર્ષિક-પુસ્તકમાંથી 328 00:16:08,312 --> 00:16:10,571 નામ હોય. 329 00:16:10,571 --> 00:16:16,067 મને તેમાં બેતહાશા મજા પડતી હતી. 330 00:16:16,067 --> 00:16:18,145 જો કે મેં એવી અપેક્ષા નહોતી કરી. 331 00:16:18,145 --> 00:16:21,508 તેમાં મજા એટલે આવી કે ખરા અર્થમાં યાદશક્તિની તાલિમ નહોતી. 332 00:16:21,508 --> 00:16:24,546 તમે માત્ર તમારાં મગજની આંખો સામે પેલાં સાવે સાવ હાસ્યાપદ,ગાંડીયાં,મજેદાર, 333 00:16:24,546 --> 00:16:26,975 અને સામાન્ય રીતે ભૂલી ન શકાય તેવી 334 00:16:26,975 --> 00:16:29,869 પ્રતિકૃતિઓ બનાવવામાં કે કલ્પના કરવામાં 335 00:16:29,869 --> 00:16:33,994 વધારે અને વધારે પ્રયત્નશીલ રહો છો. 336 00:16:33,994 --> 00:16:35,577 હું પણ તેમાં જોશથી જોડાયો હતો. 337 00:16:35,577 --> 00:16:42,234 આ હું છું, મારા સ્પર્ધામય યાદશક્તિ તાલીમાર્થી તરીકે પહેરવેશમાં. 338 00:16:42,234 --> 00:16:44,200 એ એક જોડી કાન ઢાંકવાનાં ઢાંકણ 339 00:16:44,200 --> 00:16:47,609 અને એક જોડી સલામતી ચશ્માં, જે બે ઝીણાં છીદ્રો સિવાય 340 00:16:47,609 --> 00:16:50,282 આંખને ઢાંકી લે છે, 341 00:16:50,282 --> 00:16:55,608 કારણકે ધ્યાનવિચલન એ સ્પર્ધામય યાદદાસ્તકારકનો સહુથી મોટો શત્રુ છે. 342 00:16:55,608 --> 00:17:01,375 ફરી ફરીને હું ગયે વર્ષે જે સ્પર્ધાને આવરી લેવાનો હતો તેના પર જ પાછો આવી ચૂક્યો. 343 00:17:01,375 --> 00:17:03,481 મને એમ હતું કે સહભાગી પત્રકારકત્વના ભાગરૂપે 344 00:17:03,481 --> 00:17:06,783 એક પ્રયોગ તરીકે હું પણ તેમાં ભાગ લઉં. 345 00:17:06,783 --> 00:17:11,304 કદાચ, મારાં સંશોધનનો એક યોગ્ય ઉપસંહાર બની રહે. 346 00:17:11,304 --> 00:17:15,042 સમસ્યા એ રહી કે પ્રયોગ તીતરબીતર થઇ ગયો. 347 00:17:15,042 --> 00:17:17,779 જે કોઇ રીતે ન થવુ જોઇએ તેમ થયું, 348 00:17:17,779 --> 00:17:20,882 હું સ્પર્ધા જીતી ગયો. 349 00:17:20,882 --> 00:17:26,731 {તાળીઓ] 350 00:17:26,731 --> 00:17:28,436 હા, વ્યક્તવ્યો કે 351 00:17:28,436 --> 00:17:31,263 ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ 352 00:17:31,263 --> 00:17:34,357 યાદ રાખી શકવું એ સારી વાત છે, 353 00:17:34,357 --> 00:17:37,133 પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો. 354 00:17:37,133 --> 00:17:39,331 એ તો માત્ર તરકીબો છે. 355 00:17:39,331 --> 00:17:41,333 આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે 356 00:17:41,333 --> 00:17:44,516 તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત 357 00:17:44,516 --> 00:17:46,292 સિધ્ધાંતો ઉપર આધારીત છે. 358 00:17:46,292 --> 00:17:50,244 આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને 359 00:17:50,244 --> 00:17:52,250 તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા 360 00:17:52,250 --> 00:17:54,263 કે પત્તાંના સેટ્સ યાદ રખવાની 361 00:17:54,263 --> 00:17:56,907 કોઇ ખાસ જરૂર નથી. 362 00:17:56,907 --> 00:17:58,700 સામાન્ય રીતે, આપણે જોરદાર યાદશક્તિને 363 00:17:58,700 --> 00:18:01,000 કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ, 364 00:18:01,000 --> 00:18:02,890 પણ એવું હોતું નથી. 365 00:18:02,890 --> 00:18:06,658 પ્રબળ યાદશક્તિ શીખી શકાય છે. 366 00:18:06,658 --> 00:18:10,127 મૂળ મુદ્દે,જ્યારે આપણે કોઇ વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે તે યાદ રહી જાય છે. 367 00:18:10,127 --> 00:18:13,333 જ્યારે આપણે કોઇ વાતમાં ઊંડાણથી રસ લઇએ છીએ, ત્યારે તે પણ યાદ રહે છે. 368 00:18:13,333 --> 00:18:14,854 આપણે જ્યારે કોઇ માહિતિ કે અનુભવ 369 00:18:14,854 --> 00:18:17,625 આપણને કઇ રીતે મદદરૂપ થઇ શકે, 370 00:18:17,625 --> 00:18:19,731 કે તેનું શું મહત્વ છે કે શા માટે તે આનંદદાયક છે 371 00:18:19,731 --> 00:18:22,154 તે દ્રષ્ટિએ જોઇએ છીએ કે જ્યારે આપણે 372 00:18:22,169 --> 00:18:25,098 આપણા મગજમાં જે કંઇ ચાલી રહ્યું હોય 373 00:18:25,098 --> 00:18:26,592 તેના સંદર્ભમાં 374 00:18:26,592 --> 00:18:28,819 તેને સાંકળી લઇ શકીએ છીએ, જેમ કે શ્રીમાન બૅકર્સને બેકરીવાળા સાથે સાંકળી શકવું, 375 00:18:28,819 --> 00:18:34,079 ત્યારે તે આપણને યાદ રહી જાય છે. 376 00:18:34,079 --> 00:18:36,505 યાદશક્તિ મહેલ અને એના જેવી અન્ય તરકીબો 377 00:18:36,505 --> 00:18:38,375 માત્ર ટુંકા-રસ્તા જ છે. 378 00:18:38,375 --> 00:18:40,940 એક રીતે, ટુંકા રસ્તા પણ નહીં. 379 00:18:40,940 --> 00:18:44,343 તે એટલે કામ આવે છે કારણકે તે તમને કામે લગાડી દે છે. 380 00:18:44,343 --> 00:18:48,283 આપણે સામાન્યપણે કોઇ કસરત કરતી વખતે, 381 00:18:48,283 --> 00:18:49,804 પ્રક્રિયાની જેટલી ઉંડાઇ 382 00:18:49,804 --> 00:18:54,032 કે જેટલી કાળજી રાખીએ છીએ તેનાથી ઘણી વધારે આ તરકીબો ફરજ પાડે છે. 383 00:18:54,032 --> 00:18:56,594 પણ, હકીકતે ટુંકા રસ્તા તો ક્યાંય પણ હોતા નથી. 384 00:18:56,594 --> 00:18:59,450 કોઇપણ વાત આ રીતે યાદ રાખવાલાયક બનતી હોય છે. 385 00:18:59,450 --> 00:19:03,593 અને જો હું કોઇ એક વસ્તુ તમારી પાસે મૂકી જવા માગું , 386 00:19:03,593 --> 00:19:06,327 તો તે ઇ.પી. છે, 387 00:19:06,327 --> 00:19:10,125 પેલા ભુલક્કડ, જેને એ પણ યાદ નથી કે તેને યાદ ન રહેવાની સમસ્યા છે, 388 00:19:10,125 --> 00:19:11,615 જેણે મને 389 00:19:11,615 --> 00:19:13,713 એ પરિકલ્પના પૂરી પાડી કે, 390 00:19:13,713 --> 00:19:18,750 આપણું જીવન યાદોનો સરવાળો છે. 391 00:19:18,750 --> 00:19:24,583 આપણી આસપાસની, આપણી સાથે 392 00:19:24,583 --> 00:19:28,250 વાતચીત કરતી વ્યક્તિઓ પ્રત્યે 393 00:19:28,250 --> 00:19:35,210 ધ્યાન ન આપીને કે જરા પણ ઉંડાણમાં ન જવા 394 00:19:35,210 --> 00:19:39,008 જેટલા આળસુ થઇ જઇને, આમ પણ ટુંકી જીંદગીમાં,આપણી બ્લૅકબૅરીમાં 395 00:19:39,008 --> 00:19:40,583 કે આઇ-પૉડમાં 396 00:19:40,583 --> 00:19:42,654 ખોવાઇ જવાની કેટલી 397 00:19:42,654 --> 00:19:46,344 તૈયારી છે? 398 00:19:46,344 --> 00:19:48,788 મને જાતે 399 00:19:48,788 --> 00:19:52,185 જાણવા મળ્યું કે આપણામાં કલ્પી ન શકાય તેટલી યાદશક્તિ 400 00:19:52,185 --> 00:19:54,188 છૂપાયેલ પડી છે. 401 00:19:54,188 --> 00:19:57,585 પરંતુ જો તમારે યાદગાર જીવન જીવવું હોય, 402 00:19:57,585 --> 00:19:59,971 તો તમારે એવી વ્યક્તિ બનવું પડશે 403 00:19:59,971 --> 00:20:02,937 જે યાદ કરવાનું યાદ રાખે છે. 404 00:20:02,937 --> 00:20:04,706 આભાર. 405 00:20:04,706 --> 00:20:07,796 [તાળીઓ]