0:00:00.273,0:00:04.679 હું તમને તમારી આંખો બંધ કરવાની વિનંતિ કરીશ. 0:00:04.679,0:00:07.996 તમે તમારી જાતને તમારાં ઘરનાં 0:00:07.996,0:00:11.123 પ્રવેશદ્વાર પાસે ઊભા છો તેમ કલ્પો. 0:00:11.123,0:00:14.792 હું તમને વિનંતિ કરીશ કે તમે દરવાજાનો રંગ 0:00:14.792,0:00:18.788 અને તે શેનું બનેલું છે તે યાદ કરો. 0:00:18.788,0:00:25.508 હવે ભારે વજનવાળા નાગડાઓનાં ટોળાંને સાઇકલ પર જતું કલ્પો. 0:00:25.508,0:00:28.708 તેઓ નાગાઓની સાઇકલ હરિફાઇમાં ભાગ લઇ રહ્યા છે, 0:00:28.708,0:00:32.458 અને સીધા જ તમારા ઘરના દરવાજા તરફ ધસી રહ્યા છે. 0:00:32.458,0:00:34.408 હૂં ઇચ્છું છું કે તમે આ નજરે જૂઓ. 0:00:34.408,0:00:37.500 તેઓ જોરથી પેડલ મારી રહ્યા છે અને પરસેવાથી નાહી ગયા છે, 0:00:37.500,0:00:40.404 તેમ જ કૂદા કૂદ કરી રહ્યા છે. 0:00:40.404,0:00:44.208 અને તેઓ સીધાજ તમારા ઘરના દરવાજા સાથે અથડાઇ રહ્યા છે. 0:00:44.208,0:00:48.127 સાઇકલો ચારે બાજૂ ફંગોળાય છે, પૈડાં તમારી આસપાસથી પસાર થઇ રહ્યાં છે, 0:00:48.127,0:00:51.958 સાઇકલના આરા ચારે બાજૂ ઊડી રહ્યા છે. 0:00:51.958,0:00:55.183 તમારા ઘરના ઉંબરને વળોટી અને 0:00:55.183,0:00:58.023 તમારા આગળના રવેશ કે તમારા મુખ્ય ઓરડાના પરસાળ કે અંદરની બાજૂએ ગમે ત્યાં, 0:00:58.023,0:01:01.929 દાખલ થાઓ અને પ્રકાશને માણો. 0:01:01.929,0:01:07.606 પ્રકાશ સીધો જ કૂકી મૉન્સ્ટર પર પડી રહ્યો છે. 0:01:07.606,0:01:10.792 કૂકી મૉન્સ્ટર એક બદામી ઘોડા પર બેઠો 0:01:10.792,0:01:13.496 તમારા તરફ હાથ હલાવી રહ્યો છે. 0:01:13.496,0:01:15.304 તે બોલતો ઘોડો છે. 0:01:15.304,0:01:19.837 તમે તેની વાદળી કેશવાળી તમારાં નાકને અડતી અનુભવી રહ્યાં છો. 0:01:19.837,0:01:24.114 તમે તે એનાં મોંમાં જે જવના લોટ અને કિસમિસની બિસ્કીટ ઠૂંસી રહ્યો છે તેની સુગંધપણ માણી રહ્યાં છો. 0:01:24.114,0:01:27.921 તેને પસાર કરી જાઓ. તેને પાર કરીને તમારા દિવાનખાનામાં જાઓ. 0:01:27.921,0:01:30.958 તમારાં દિવાનખાનામાં, મહાકાય જીવંત વિશાળતરંગપટપર, 0:01:30.958,0:01:33.770 બ્રીટની સ્પીઅર્સનું કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું કરો. 0:01:33.770,0:01:39.265 બહુ જ ઓછાં કપડામાં તે તમારાં કૉફીટેબલ પર નૃત્ય કરતાં કરતાં 0:01:39.265,0:01:41.809 "Hit Me Baby One More Time" ગાઇ રહી છે. 0:01:41.809,0:01:44.731 અને પછી મારી પાછળ રસોડામાં આવો. 0:01:44.731,0:01:49.031 તમારાં રસોડાનું ભોંયતળીયું પીળી ઇંટના રસ્તા વડે સજાવાયું છે 0:01:49.031,0:01:52.725 અને તમારી ઑવનમાંથી ટિન મૅન, ડૉરૉથી, 0:01:52.725,0:01:54.792 સ્કૅરક્રૉ અને 'ધ વિઝાર્ડ ઑવ ઑઝ'નો સિંહ 0:01:54.792,0:01:57.173 હાથમાં હાથ પરોવીને નાચતાં કુદતાં 0:01:57.173,0:02:00.000 સીધાં જ તમારી તરફ આવી રહ્યાં છે. 0:02:00.000,0:02:04.333 ચાલો ત્યારે, હવે આંખો ખોલો. 0:02:04.333,0:02:07.792 દરેક વસંત ઋતુમાં ન્યુ યૉર્ક શહેરમાં રાખવામાં આવતી 0:02:07.792,0:02:10.875 એક અજીબોગરીબ સ્પર્ધા વિષે મારે તમને કહેવું છે. 0:02:10.875,0:02:14.362 તે 'યુનાઇટેડ સ્ટૅટ્સ યાદશક્તિ સ્પર્ધા' તરીકે ઓળખાય છે. 0:02:14.362,0:02:17.260 એ સ્પર્ધાના અહેવાલ સબબ હું ત્યાં થોડાં વર્ષ પહેલાં, એક વૈજ્ઞાનિક ખબરપત્રીની 0:02:17.260,0:02:19.457 હેસીયતથી ગયો હતો. 0:02:19.457,0:02:21.792 મને એમ હતું કે આ અતિબુધ્ધિશાળીઓની 0:02:21.792,0:02:24.621 ખાસ સ્પર્ધા જેવી કોઇ સ્પર્ધા હશે. 0:02:24.621,0:02:28.130 ત્યાં મને જૂદી જૂદી ઉંમરના અને જાતિના 0:02:28.130,0:02:32.869 થોડા છોકરડાઓ અને સ્ત્રીઓ જોવા મળી. 0:02:32.869,0:02:35.150 [હાસ્ય] 0:02:35.150,0:02:39.359 તેઓ માત્ર એક જ વાર જોઇને,હજારો અસ્ત્વ્યસ્ત આંકડાઓ 0:02:39.359,0:02:40.771 યાદ કરી રહ્યાં હતાં. 0:02:40.771,0:02:45.133 તેઓ ડઝનબંધી અજાણ્યાં લોકોનાં નામ પણ યાદ રાખવાની કોશીશ કરી રહ્યાં હતાં. 0:02:45.133,0:02:48.571 તેઓ થોડી મિનિટૉમાં જ આખીને આખી કવિતાઓ યાદ કરવા મથી રહ્યાં હતાં. 0:02:48.571,0:02:50.750 તેઓ એ બાબતે પણ સ્પર્ધા કરી રહ્યાં હતાં કે ચીપી કાઢેલ પત્તાંના 0:02:50.750,0:02:54.750 ક્રમને કોણ સહુથી ઝડપથી યાદ રાખી શકે છે. 0:02:54.750,0:02:56.594 મને તો આ બધું માન્યામાં જ નહોતું આવતું. 0:02:56.594,0:02:59.750 આ લોકો કુદરતની વિચિત્રતાઓ હશે. 0:02:59.750,0:03:03.375 મેં કેટલાક સ્પર્ધકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. 0:03:03.375,0:03:04.750 આ છે ઍડ કૂક 0:03:04.750,0:03:06.317 જે ઇંગ્લૅંન્ડથી આવેલ છે 0:03:06.317,0:03:08.283 અને તે ત્યાની સહુથી વધારે પ્રશિક્ષિત યાદદાસ્તવાળી વ્યક્તિઓ પૈકી એક છે. 0:03:08.283,0:03:12.048 મેં તેને પૂછ્યૂં,"ઍડ, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે 0:03:12.048,0:03:14.556 તમે પ્રખર યાદશક્તિ ધરાવો છો?" 0:03:14.556,0:03:17.320 ઍડનો જવાબ હતો કે "હું મહાપંડિત છું જ નહીં. 0:03:17.320,0:03:19.896 હકીકતે, મારી યાદશક્તિ તો બહુ સામાન્ય છે. 0:03:19.896,0:03:21.568 આ સ્પર્ધામાં ભાગ લેનાર બધાંજની 0:03:21.568,0:03:24.829 યાદશક્તિ સામાન્ય જ કહી શકાય તેવી છે. 0:03:24.829,0:03:26.708 અમે બધાંએ પધ્ધતિસરનાં પ્રશિક્ષણ વડે તેમ જ 0:03:26.708,0:03:30.929 ૨૦૦ વર્ષ પહેલાં ગ્રીસમાં શોધાયેલી જૂની પધાતિઓને આધારે 0:03:30.929,0:03:32.987 અમે લોકો યાદશક્તિનાં આવાં અફલાતુન 0:03:32.987,0:03:36.535 કારનામાં કરી રહ્યાં છીએ. 0:03:36.535,0:03:39.667 આ એ જ પધ્ધતિઓ છે જે સિસેરૉ 0:03:39.667,0:03:41.527 ભાષણો યાદ રાખવા અને 0:03:41.527,0:03:45.721 પુરાતન કાળના વિદ્વાનો આખાંને આખાં પુસ્તકો યાદ રાખવા વાપરતા હતા." 0:03:45.721,0:03:49.437 મારાથી આશ્ચર્યસાથે બોલાઇ પડ્યું,"ઓહો, મેં કેમ આ પહેલાં આ વાત સાંભળી નથી?" 0:03:49.437,0:03:52.156 સ્પર્ધાના સભાગૃહની બહાર અમે ઉભા હતા, 0:03:52.156,0:03:55.833 ત્યાં, ઍડ,કે જે બહુ જ પ્રતિભાશાળી છે, 0:03:55.833,0:03:58.898 પરંતુ થોડો તરંગી અંગ્રેજ છે, 0:03:58.898,0:04:03.333 તેણે મને સંભળાવ્યું,"જૉશ, તમે અમેરીકી પત્રકાર છો. 0:04:03.333,0:04:05.439 તમે બ્રીટની સ્પીઅર્સને ઓળખો છો?" 0:04:05.439,0:04:10.252 મારો જવાબ હતો, "શું? ના. કેમ?" 0:04:10.252,0:04:13.333 "કારણકે હું બ્રીટની સ્પીઅર્સને યુ.ઍસ ટેલીવીઝન પર 0:04:13.333,0:04:15.962 ચીપી કાઢેલ પત્તાંનો ક્રમ કઇ રીતે યાદ રાખી શકાય તે 0:04:15.962,0:04:18.208 શીખવાડવાનો છું. 0:04:18.208,0:04:21.479 તેનાથી આખી દુનિયાને સાબિત કરી આપીશ કે આ કામ કોઇપણ કરી શકે છે." 0:04:21.479,0:04:25.893 (હાસ્ય) 0:04:25.893,0:04:29.383 મેં કહ્યું, 'હું બ્રીટની સ્પીઅર્સ તો નથી, 0:04:29.383,0:04:32.148 પણ તમે મને પણ શીખવાડી તો શકો. 0:04:32.148,0:04:34.583 મારો મતલબ એ છે કે, તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી રહી ને?" 0:04:34.583,0:04:38.375 અને આમ શરૂ થઇ મારી એક બહુ જ અદ્ભુત સફર. 0:04:38.375,0:04:41.279 પછીનું લગભગ આખું વર્ષ હું માત્ર 0:04:41.279,0:04:43.375 યાદશક્તિનું પ્રશિક્ષણ જ ન લેતો રહ્યો, 0:04:43.375,0:04:45.125 પણ ચીવટથી શોધખોળ પણ કરતાં , 0:04:45.125,0:04:47.231 સમજવાની કોશીશ કરતો રહ્યો કે કોઇવાર તો એ કામ કરી જાય છે, 0:04:47.231,0:04:49.502 કોઇ વાર કેમ કામ નથી કરી જતું 0:04:49.502,0:04:51.987 અને તેની શું શક્યતાઓ હોઇ શકે. 0:04:51.987,0:04:54.293 હું બહુ, ખરાં રસપ્રદ, લોકોને મળ્યો. 0:04:54.293,0:04:56.075 આ ભાઇ ઇ.પી. તરીકે ઓળખાય છે. 0:04:56.075,0:04:58.583 એ એવા ભૂલક્કડ છે જેમની યાદશક્તિ કદાચ, 0:04:58.583,0:05:01.292 આખી દુનિયામાં સહુથી વધારે નબળી હશે. 0:05:01.292,0:05:02.952 નવાઇની વાત તો એ છે કે, 0:05:02.952,0:05:05.702 તેની યાદશક્તિ એટલી નબળી હતી કે તેને યાદ નથી રહેતું 0:05:05.702,0:05:07.589 એ પણ તેને યાદ નહોતું. 0:05:07.589,0:05:09.304 આમ એ એક બહુ દુઃખી વ્યક્તિ છે, 0:05:09.304,0:05:11.292 પણ આપણ જે છીએ તે હોવામાં યાદશક્તિનો ફાળો કેટલો છે 0:05:11.292,0:05:15.102 તે સમજવા માટે એ એક મોકો છે. 0:05:15.102,0:05:18.140 અને બીજે છેડે, હું આ ભાઇને મળ્યો. 0:05:18.140,0:05:19.877 એ છે કિમ પીક. 0:05:19.877,0:05:23.364 ડસ્ટિન હૉફ્ફમૅનની ફિલ્મ "રેઇન મૅન" તેનાપરથી બનાવાઇ છે. 0:05:23.364,0:05:26.046 અમે એક બપોરે 0:05:26.046,0:05:29.683 સૉલ્ટ લૅક પબ્લીક લાયબ્રેરીમાં ફોન ડીરેકટરી યાદ કરવા એકઠા થયા, 0:05:29.683,0:05:32.770 જેમાં બહુ મજા પડી. 0:05:32.770,0:05:35.727 (હાસ્ય) 0:05:35.727,0:05:39.157 પાછા ફરીને મેં યાદશક્તિ પરના ઘણાં બધાં પુસ્તકો વાંચ્યાં, 0:05:39.157,0:05:42.990 એ પુસ્તકો પુરાતન લેટીનમાં ૨૦૦૦થી વધારે વર્ષ પહેલાં 0:05:42.990,0:05:44.896 લખાયાં હતાં. 0:05:44.896,0:05:47.233 મને બહુ જ બધું રસપ્રદ જાણવા મળ્યું. 0:05:47.233,0:05:49.796 જે પૈકી એક બહુ જ રસ પડે તેવી વાત એ જાણવા મળી કે 0:05:49.796,0:05:53.038 એક સમયે, 0:05:53.038,0:05:55.514 આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો 0:05:55.514,0:06:01.286 આ પ્રશિક્ષિત, કેળવાયેલ, ખાસ વિકસાવેલ યાદશક્તિનો 0:06:01.286,0:06:06.314 વિચાર, જેટલો આજે અપરિચિત જણાય છે, તેટલો અપરિચિત હતો નહીં. 0:06:06.314,0:06:11.071 એ સમયે લોકો પોતાની યાદશક્તિની પાછળ, અને વિચારશક્તિ 0:06:11.071,0:06:16.096 સખત મહેનતથી સતેજ રાખવામાં, રોકાણ કરતાં. 0:06:16.096,0:06:18.219 છેલ્લાં હજારો વર્ષોમાં 0:06:18.219,0:06:20.965 આપણે શ્રેણીબધ્ધ ટૅક્નૉલૉજીઓના આવિષ્કાર કરી ચૂક્યા છીએ-- 0:06:20.965,0:06:23.375 મૂળાક્ષરથી ચર્મપત્ર પરના વીંટાથી 0:06:23.375,0:06:25.694 હસ્તલિખિત ગ્રંથો, મુદ્રણ કળા, ફૉટૉગ્રાફી, 0:06:25.694,0:06:27.608 કમ્પ્યુટર્સ, સ્માર્ટફૉન સુધી -- 0:06:27.608,0:06:30.540 જેને પરિણામે આપણી યાદશક્તિનું બાહ્ય સ્વરૂપ આપવાનું 0:06:30.540,0:06:33.125 વધારે ને વધારે સરળ થતું ગયું છે, 0:06:33.125,0:06:35.367 જેને પરિણામે મૂળભૂત માનવ ક્ષમતાને 0:06:35.367,0:06:39.080 તાત્વીક રીતે બહારથી મેળવાપાત્ર ક્ષમતામાં ફેરવી શકાયું છે. 0:06:39.080,0:06:42.679 આ ટૅક્નૉલૉજીઓએ આપણી વર્તમાન દુનિયા શક્ય બનાવી છે તે ખરૂં, 0:06:42.679,0:06:44.477 પણ સાથે સાથે આપણને બદલી પણ કાઢેલ છે. 0:06:44.477,0:06:46.227 તેઓએ આપણને સાંસ્કૃતિક રીતે, 0:06:46.227,0:06:49.761 અને મારા મત મુજબ તો આપણી વિચારપ્રક્રિયાની દ્રષ્ટિએ પણ, બદલી કાઢેલ છે. 0:06:49.761,0:06:52.327 હવે યાદ રાખવાની એટલી ઓછી જરૂર રહી છે કે, 0:06:52.327,0:06:55.444 કોઇવાર તો આપણે કંઇ પણ યાદ કેમ રાખતાં હતાં તે જ ભૂલાઇ ગયું છે. 0:06:55.444,0:06:57.183 પૃથ્વી પર હવે છેલ્લી જગ્યા એક જ બચી છે, જ્યાં 0:06:57.183,0:07:00.287 પ્રશિક્ષિત,કેળવાયેલ અને ખાસ વિકસાવેલ યાદશક્તિના વિચારને 0:07:00.287,0:07:03.529 લોકો ઉત્કટ લાગણીથી જોતાં હોય - 0:07:03.529,0:07:06.288 આ પૂરેપૂરી અસાધારણ યાદશક્તિ સ્પર્ધા. 0:07:06.288,0:07:07.604 જો કે તે એટલી અસાધારણ નથી, કારણકે 0:07:07.604,0:07:09.929 હવે તો વિશ્વમાં બધી જ જગ્યાએ આવી સ્પર્ધાઓ થઇ રહી છે. 0:07:09.929,0:07:14.087 મને તો અચરજ એ હતું કે આ કઇ રીતે કરતાં હશે. 0:07:14.087,0:07:18.806 થોડાં વર્ષ પહેલાં લંડનની યુનિવર્સીટી કૉલેજના સંશોધકોનાં એક જૂથે 0:07:18.806,0:07:21.583 થોડા યાદશક્તિ સ્પર્ધાઓના વિજેતાઓને એક પ્રયોગશાળામાં એકઠા કર્યા. 0:07:21.583,0:07:23.089 તેઓ જાણવા માગતા હતા કેઃ 0:07:23.089,0:07:24.456 શું આ લોકોનાં મગજની શારીરીક રચના કે ઘડતર 0:07:24.456,0:07:28.898 આપણાં બધાં કરતાં કંઇ જૂદાં છે? 0:07:28.898,0:07:31.902 જવાબ હતોઃ ના. 0:07:31.902,0:07:35.006 તેઓ આપણા કરતાં વધારે બુધ્ધિશાળી છે? 0:07:35.006,0:07:36.717 તેઓએ તેમને થોડી જ્ઞાન-ચકાસણીની પરિક્ષાઓ આપી, 0:07:36.717,0:07:38.987 અને જવાબ હતો, ના, વસ્તુતઃ નહીં. 0:07:38.987,0:07:42.315 જો કે યાદશક્તિના વિજેતાઓ અને 0:07:42.315,0:07:44.423 નીરીક્ષણ હેઠળના લોકોનાં મગજ વચ્ચે 0:07:44.423,0:07:46.990 એક ખરેખર રસપ્રદ અને નોંધપાત્ર તફાવત હતો ખરો. 0:07:46.990,0:07:49.667 જ્યારે યાદશક્તિ વિજેતાઓઅને 0:07:49.667,0:07:51.711 જ્યારે તેઓ આંકડાઓ, 0:07:51.711,0:07:56.717 લોકોના ચહેરાઓ અને બરફ વર્ષાનાં ચિત્રો યાદ રાખવાની પ્રક્રિયામાં મશગુલ હતાં ત્યારે એમ આર આઇ મશીનની નીચે 0:07:56.717,0:07:59.033 નીરીક્ષણ કરતાં એમ જોવા મળ્યું કે 0:07:59.033,0:08:01.277 બીજાં બધાંની સરખામણીમાં તેઓ મગજના અલગ ભાગને 0:08:01.277,0:08:03.288 સચેત કરતાં હતાં. 0:08:03.288,0:08:06.573 ખાસ નોંધનીય તો એ છે કે, તેઓ સ્થળ ની યાદશક્તિ 0:08:06.573,0:08:10.790 અને હલનચલન સાથે સંકળાયેલ મગજના હિસ્સાનો ઉપયોગ કરતાં જણાતાં હતાં. 0:08:10.790,0:08:17.033 કેમ? શું આ આપણે તેમાંથી કંઇ શીખી શકીએ તેમ છીએ? 0:08:17.033,0:08:21.233 યાદશક્તિની સ્પર્ધાત્મક રમત 0:08:21.233,0:08:24.081 એ શસ્ત્રોની દોડ જેવી છે 0:08:24.081,0:08:27.125 જેમાં દર વર્ષે લોકો કંઇને કંઇ વધારે ઝડપથી વધારે યાદ રાખવાની 0:08:27.125,0:08:29.813 નવી રીત ઉમેરતાં જ રહેતાં હોય છે, 0:08:29.813,0:08:31.652 અને બાકીનાં બધાએ તેમની સાથે રહેવા મહેનત કરતાં રહેવાનું છે. 0:08:31.652,0:08:33.500 આ છે મારા મિત્ર, ત્રણ વારના વિશ્વ યાદશક્તિ વિજેતા, 0:08:33.500,0:08:35.250 બૅન પ્રિડમૉર. 0:08:35.250,0:08:37.083 તેમનાં મેજ પર સામે 0:08:37.083,0:08:40.777 ચીપીને રાખેલ ગંજીફાના ૩૬ સૅટ પડ્યા છે 0:08:40.777,0:08:43.525 જે તે એક કલાકમાં યાદ કરી લેવાનો પ્રયત્ન કરવાના છે, 0:08:43.525,0:08:47.881 જેના માટે તેમણે જ શોધેલી અને એક માત્ર તેમણે નિપુણતા મેળવેલ ટેકનીક વાપરવાના છે. 0:08:47.881,0:08:49.792 તેમણે આવી જ ટૅકનીકવડે 0:08:49.792,0:08:52.234 ૪,૧૪૦ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા દ્વિઅંકી આકડાઓના 0:08:52.234,0:08:58.042 ચોક્કસ ક્રમને અરધા કલાકમાં 0:08:58.042,0:09:00.944 યાદ કરી લીધેલ.. 0:09:00.944,0:09:02.875 હા, અર્ધા કલાકમાં. 0:09:02.875,0:09:06.423 આમ આ સ્પર્ધાઓમાં યાદ રાખવાના કે બધું જ યાદ રાખવાના 0:09:06.423,0:09:10.000 બહુ જ બધા રસ્તાઓ છે, પણ 0:09:10.000,0:09:12.892 એ બધી જ ટૅકનીકો આખરે તો 0:09:12.892,0:09:15.500 જીણવટ ભરી સાંકેતિક પધ્ધતિની 0:09:15.500,0:09:19.148 વિભાવના પર આવીને મળે છે. 0:09:19.148,0:09:21.829 અને તેને સમજાવવા માટે એક નવીન વિરોધાભાસ, 0:09:21.829,0:09:23.875 જે "બૅકર વિરોધાભાસ" તરીકે ઓળખાય છે, 0:09:23.875,0:09:25.437 તેને જોઇએઃ 0:09:25.437,0:09:28.333 ધારો કે હું બે વ્યક્તિને એક સરખો શબ્દ યાદ રાખવાનું કહું, 0:09:28.333,0:09:29.900 અને પછી તમને કહું કે, 0:09:29.900,0:09:33.527 "બૅકર નામે એક ભાઇ છે એવું યાદ રાખજો." 0:09:33.527,0:09:35.033 તે એનું નામ છે. 0:09:35.033,0:09:40.819 અને પછીથી કહું કે "યાદ રાખજો કે એક ભાઇ છે જે બૅકર છે." 0:09:40.819,0:09:44.061 થોડા સમય પછી આવીને હું તમને પુછું, 0:09:44.061,0:09:47.100 "શું તમને મેં થોડી વાર પહેલાં 0:09:47.100,0:09:48.477 કહેલો શબ્દ યાદ છે? 0:09:48.477,0:09:50.275 તમને યાદ છે ખરૂં, એ કયો શબ્દ હતો? 0:09:50.275,0:09:53.542 જેને એમ કહેવામાં આવ્યું હતું કે તેનું નામ બૅકર છે 0:09:53.542,0:09:55.861 તેને એ શબ્દ યાદ રહેવાની શક્યતા ઓછી છે, 0:09:55.861,0:09:59.712 અને જેને તેનો વ્યવસાય બૅકર છે એમ કહ્યું હતું એને યાદ રહેવાની શક્યતા વધારે છે. 0:09:59.712,0:10:02.791 એ જ શબ્દ, યાદ રહેવાની જૂદી જૂદી માત્રા; અચંબો થાય તેવું છે. 0:10:02.791,0:10:04.768 શું ચાલી રહ્યું છે અહિંયા? 0:10:04.768,0:10:09.804 આમ જૂઓ તો બૅકર નામ સાથે તમારે કોઇ લેવાદેવા નથી. 0:10:09.804,0:10:12.095 તમારાં મગજમાં ભમી રહેલી 0:10:12.095,0:10:15.333 બધી યાદશક્તિઓથી તે સાવ જ જોડાયેલું નથી. 0:10:15.333,0:10:17.223 તેમાં પણ એક સામાન્ય નામ - બૅકર. 0:10:17.223,0:10:19.094 આપણે બૅકરીવાળાને જાણીએ છીએ. 0:10:19.094,0:10:21.123 તેઓ ખાસ પ્રકારની ટોપી માથે પહેરે છે. 0:10:21.123,0:10:22.750 તેઓના હાથ ગુંદેલા લોટથી ખરડાયેલા હોય છે. 0:10:22.750,0:10:24.825 જ્યારે તેઓ કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સરસ સુગંધથી મઘમઘતા હોય છે 0:10:24.825,0:10:26.952 શક્ય છે કે આપણે એકાદ બેકરીવાળાને ઓળખતા પણ હોઇએ. 0:10:26.952,0:10:28.363 અને આપણે જેવો એ શબ્દ પહેલીવાર સાંભળીએ 0:10:28.363,0:10:31.208 એટલે એ બધી જોડાણની કડીઓને સતેજ કરીએ છીએ 0:10:31.208,0:10:35.279 જેથી પાછળથી જરૂર પડે ત્યારે યાદ કરી શકાય. 0:10:35.279,0:10:38.237 આ બધી જ યાદશક્તિ સ્પર્ધાઓમાં જે ચાલી રહ્યુ છે 0:10:38.237,0:10:40.352 તેમ જ રોજબરોજનાં 0:10:40.352,0:10:43.579 જીવનમાં વધારે સારી રીતે યાદ રાખવાની બધીજ કળાનાં મૂળમાં 0:10:43.579,0:10:47.565 મોટા અક્ષરે કહેવાયેલ બેકરને નાના અક્ષરમાં કહેવાયેલ બેકરમાં 0:10:47.565,0:10:49.561 ફેરવીને સંદર્ભ વગર, કોઇ ખાસ અર્થ વગર કે 0:10:49.561,0:10:52.948 કોઇ ખાસ મહત્વ વગર કહેવાયેલી માહિતિને 0:10:52.948,0:10:55.254 એવી રીતે બદલવાની વાત છે કે 0:10:55.254,0:10:56.804 જેથી તે કોઇ પણ રીતે 0:10:56.804,0:10:58.979 આપણાં મગજમાં બીજું બધું જે કંઇ 0:10:58.979,0:11:03.764 ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અર્થસભર બની રહે. 0:11:03.764,0:11:07.498 આ પ્રમાણે કરવાની સવિસ્તર ટૅકનીક પૈકી એક 0:11:07.498,0:11:11.417 ૨૫૦૦ વર્ષ પુરાણાં ગ્રીસની છે. 0:11:11.417,0:11:13.395 તે યાદશક્તિના મહેલ તરીકે જાણીતી છે. 0:11:13.395,0:11:16.820 તેની પાછળની વાત કંઇક આવી છેઃ 0:11:16.820,0:11:19.792 એક કવિ, સિમૉનીડૅસ, 0:11:19.792,0:11:21.698 એક મહેફિલમાં હાજરી આપી રહ્યો હતો. 0:11:21.698,0:11:23.946 ખરી રીતે તો ભાડૂતી મનોરંજક હતો 0:11:23.946,0:11:26.958 કારણ કે એ દિવસોમાં જો તમારે જોરદાર મહેફિલ કરવી હોય તો 0:11:26.958,0:11:30.170 ડી.જે. નહીં, પણ કવિઓને ભાડેથી બોલાવવા પડતા. 0:11:30.170,0:11:35.040 તે ઊભો થઇ,પોતાની યાદશક્તિને આધારે કવિતા સંભળાવી અને ચાલતી પકડે છે, 0:11:35.040,0:11:40.152 અને જે ઘડીએ તે બહાર પગ મૂકે છે તેવું જ સભાગૃહ હેઠું પડે છે 0:11:40.152,0:11:42.833 અને તેમાંનાં બધાં મરી જાય છે. 0:11:42.833,0:11:45.398 બધાં જ માત્ર મરી નથી જતાં, 0:11:45.398,0:11:49.262 તે એવાં ચગદાઇ જાય છે કે ઓળખાય પણ નહીં. 0:11:49.262,0:11:51.583 અંદર કોણ હતું કે કોણ ક્યાં બેઠું જતું તે 0:11:51.583,0:11:54.754 તે પણ કહેવું અશક્ય બની ગયું હતું. 0:11:54.754,0:11:56.993 મૃત દેહોની યોગ્ય દફનક્રિયા પણ થઇ શકે તેમ નહોતું. 0:11:56.993,0:12:00.836 એક ઉપર બીજી કરૂણતા સર્જાઇ હતી. 0:12:00.836,0:12:03.540 આ આખા કાટમાળનો એક માત્ર બચી ગયેલો, 0:12:03.540,0:12:05.671 સિમૉનીડેસ, બહાર ઉભે ઉભે, 0:12:05.671,0:12:09.307 આંખો બંધ કરી અને તેની આંખોની સામે જે છૂપાયેલું છે 0:12:09.307,0:12:11.845 તે યાદ કરે છે, 0:12:11.845,0:12:16.990 તો તેમાં તે મહેફિલમાં બેઠેલા એકોએક મહેમાનને જોઇ શકે છે. 0:12:16.990,0:12:19.333 તે બધાં જ સગાંસંબંધીઓના હાથ પકડીને 0:12:19.333,0:12:23.391 એ કાટમાળમાં તેમનાં સ્વજનો સુધી લઇ જતો હતો. 0:12:23.391,0:12:26.655 સિમૉનીડેસ તે સમયે જે કંઇ કરી રહ્યો હતો, 0:12:26.655,0:12:30.088 તે આપણે પણ લગભગ સહજપણે કદાચ જાણીએ છીએ, 0:12:30.088,0:12:32.500 અને એ કે આપણે નામ કે ફૉન નંબર 0:12:32.500,0:12:35.394 કે આપણા સહયોગીઓની શબ્દશઃ સુચનાઓ 0:12:35.394,0:12:38.052 યાદ રાખવામાં ગમે તેટલાં કાચાં હશું, 0:12:38.052,0:12:43.542 પણ આપણને ચક્ષુગમ્ય કે સ્થળને લગતી કોઇ પણ વાત સારી રીતે યાદ રહે છે. 0:12:43.542,0:12:47.138 જો મેં તમને હમણાં જ કહેલી સિમૉનીડેસની વાતના પહેલા 0:12:47.138,0:12:49.602 ૧૦ શબ્દો ફરીથી કહેવાનું કહું, 0:12:49.602,0:12:52.090 તો શકય છે કે તમને તે અઘરું પડે. 0:12:52.090,0:12:54.404 પરંતુ જો હું તમને 0:12:54.404,0:12:57.087 તમારી પરસાળમાંના બદામી ઘોડાપર 0:12:57.087,0:13:01.643 અત્યારે કોણ બેઠું છે 0:13:01.643,0:13:03.641 તે યાદ કરવાનું કહું, તો 0:13:03.641,0:13:05.966 જરૂર તે તમારી આંખોસામે આવી જશે. 0:13:05.966,0:13:08.496 આ કલ્પિત ઇમારતનું ચિત્ર તમારી આખ સમક્ષ 0:13:08.496,0:13:13.129 ઊભું કરવાનો વિચાર યાદદાસ્તના મહેલના સિધ્ધાંતમાં આવરી લેવાયો છે 0:13:13.129,0:13:14.875 અને તમે જે 0:13:14.875,0:13:17.083 યાદ કરવા માગો છો એ ચિત્ર જેમ 0:13:17.083,0:13:20.412 વધારે મૂર્ખું, જેમ વધારે અકળ, જેમ વધારે ઊટપટાંગ, 0:13:20.412,0:13:24.012 જેમ વધારે હાસ્યાપદ કે વિચિત્ર કે ગોબરૂં, 0:13:24.012,0:13:26.887 તેમ તે ભૂલવું મુશ્કેલ. 0:13:26.887,0:13:29.721 આ સલાહ તો ૨૦૦૦ વર્ષ જૂના 0:13:29.721,0:13:32.506 સહુથી જૂના લૅટિન યાદશક્તિના ગ્રંથોમાં કહેવાયેલ છે. 0:13:32.506,0:13:34.335 આનો ઉપયોગ કેમ કરવો? 0:13:34.335,0:13:36.875 માની લો કે તમને ટીઈડીના મધ્યસ્થ મંચ પરથી 0:13:36.875,0:13:40.681 વ્યક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું છે 0:13:40.681,0:13:43.215 અને તમે તેને યાદ રાખીને જ કહેવા માગો છો, 0:13:43.215,0:13:48.260 તેમ જ તમે સિસૅરૉએ ૨૦૦૦ વર્ષ પહેલાંના ટીઈડીxરૉમના મચપર જે રીતે 0:13:48.260,0:13:52.919 વ્યક્તવ્ય આપ્યું હોત તે રીતે જ વ્યક્તવ્ય આપવા માગો છો. 0:13:52.919,0:13:55.177 તમે તમારાં ઘરનાં 0:13:55.177,0:14:00.396 મુખ્ય દ્વારની સામે ઊભા છો તેમ તમારે કલ્પવાનું છે. 0:14:00.396,0:14:02.438 અને તમારે કોઇપણ 0:14:02.438,0:14:05.946 ગાંડુંઘેલું, હાંસીપાત્ર કે કોઇ હિસાબે ભૂલી ન શકાય તેવું ચિત્ર વિચારી કાઢવાનું છે 0:14:05.946,0:14:08.929 જે તમને આ સાવેસાવ વિચિત્ર સ્પર્ધાવિષે વાત કરવાનું 0:14:08.929,0:14:11.721 યાદ કરાવે. 0:14:11.721,0:14:14.554 અને પછી તમારે ઘરની અંદર જવાનું છે, 0:14:14.554,0:14:17.406 જ્યાં તમે શ્રીમાન ઍડ પર બેઠેલા 0:14:17.406,0:14:19.293 કુકી મૉન્સ્ટરને જોશો. 0:14:19.293,0:14:20.562 તેનાથી તમને યાદ આવી જશે કે 0:14:20.562,0:14:23.736 તે પછીથી તમારે તમારા મિત્ર ઍડ કૂકનો પરિચય આપવાનો છે 0:14:23.736,0:14:26.400 પછી તમને બ્રીટની સ્પીઅર્સનાં ચિત્ર દેખાશે 0:14:26.400,0:14:29.212 જે તમને યાદ કરાવશે કે તમારે રમૂજી ટૂચકો કહેવાનો છે. 0:14:29.212,0:14:30.884 પછી તમે જશો રસોડાં ભણી, 0:14:30.884,0:14:32.729 જે તમને તમારી છેલાં એક વર્ષના નવા જ અનુભવની 0:14:32.729,0:14:35.667 વાત કરવાનું યાદ અપાવડાવશે, 0:14:35.667,0:14:40.631 જેમાં તમને મદદ કરવા તમારા મિત્રો પણ સાથે હશે. 0:14:40.631,0:14:44.850 રૉમન વ્યાખાનકર્તાઓ આ રીતે તેમનાં વ્યક્તવ્યો યાદ રાખતા -- 0:14:44.850,0:14:48.244 શબ્દેશબ્દ નહીં, કારણકે તેનાથી જરૂર ગુંચવાડો થાય જ, 0:14:48.244,0:14:50.656 પરંતુ એક-વિષય-બાદ-બીજો-વિષયની પધ્ધતિથી. 0:14:50.656,0:14:53.563 હકીકતે, "વિષય વાક્ય" શબ્દ પ્રયોગ જ 0:14:53.563,0:14:56.863 ગ્રીક શબ્દ "ટૉપૉસ" પરથી બનેલો છે, 0:14:56.863,0:14:58.583 જેનો અર્થ "સ્થળ" થાય છે. 0:14:58.583,0:15:00.150 જો કે આ તો હવે, લોકો જ્યારે 0:15:00.150,0:15:02.470 વ્યક્તવ્યકળા અને વાક્છટા વિષે વિચારતી વખતે આ પ્રકારની સ્થળ સાથે સંકળાયેલી 0:15:02.470,0:15:04.708 યાદ વાપરતા તેના, અવશેષ છે. 0:15:04.708,0:15:06.645 "સહુથી પહેલાં" શબ્દ પ્રયોગને 0:15:06.645,0:15:10.068 તમારી યાદશક્તિના મહેલનાં પહેલાં સ્થાન સાથે સરખાવી શકાય. 0:15:10.068,0:15:12.048 મને આ બહુ જ આકર્ષક લાગ્યું 0:15:12.048,0:15:13.948 એટલે હું તેના તરફ ખેંચાયો. 0:15:13.948,0:15:16.696 તેથી હું થોડી વધારે યાદશક્તિ સ્પર્ધાઓમાં ગયો. 0:15:16.696,0:15:19.257 મારાં મનમાં એમ હતું કે આ સ્પર્ધાગામી યાદ રાખનારાઓના આંતર્સ્વભાવ બાબતે 0:15:19.257,0:15:22.550 થોડું લંબાણથી લખીશ. 0:15:22.550,0:15:24.577 પરંતુ એક સમસ્યા આવી પડી. 0:15:24.577,0:15:27.325 સમસ્યા એ છે કે યાદશક્તિ સ્પર્ધા એ 0:15:27.325,0:15:31.054 મહાકંટાળાજનક પ્રવૃતિ છે. 0:15:31.054,0:15:33.660 (હાસ્ય) 0:15:33.660,0:15:38.210 સાચે જ, એ તો સાવ થોડા લોકો એકઠા થઇને SATની કસોટીઓ કરી રહ્યા હોય તેવું જ છે. 0:15:38.210,0:15:39.904 મારો કહેવાનો મતલબ એ છે કે,જ્યારે લોકો પોતાનું માથું 0:15:39.904,0:15:41.283 ખંજવાળવાનું શરૂ કરે ત્યારે તે વધુ નાટકીય બની જતું હોય છે. 0:15:41.283,0:15:44.321 બાકી હું તો પત્રકાર છું,મારે તો કંઇને કંઇ લખવા જોઇએ. 0:15:44.321,0:15:48.098 હું જાણું છું કે આ લોકોનાં મગજમાં અકલ્પ્ય વાતો ઘુમરાઇ રહી છે, 0:15:48.098,0:15:50.198 પણ હું તેને પહોંચી તો ન શકું ને. 0:15:50.198,0:15:52.917 એટલે, મને થયું કે, જો મારે આ વાત કહેવી હોય તો, 0:15:52.917,0:15:55.667 મારે એમનાં પેંગડામાં થોડા ઘણા તો પગ નાખવા તો પડે. 0:15:55.667,0:15:59.248 એટલે મેં દરરોજ સવારે ન્યુ યૉર્ક ટાઇમ્સ વાંચતાનું શરૂ કરતાં પહેલાં, 0:15:59.248,0:16:02.083 કંઇને કંઇ યાદ રાખવા પાછળ ૧૦ થી ૧૫ મિનિટ 0:16:02.083,0:16:04.604 ગાળવાનું શરૂ કર્યું. 0:16:04.604,0:16:06.273 કોઇ વાર તે કવિતા પણ હોય. 0:16:06.273,0:16:08.312 કે પછી પસ્તીમાં થી ખરીદેલ જૂનાં વાર્ષિક-પુસ્તકમાંથી 0:16:08.312,0:16:10.571 નામ હોય. 0:16:10.571,0:16:16.067 મને તેમાં બેતહાશા મજા પડતી હતી. 0:16:16.067,0:16:18.145 જો કે મેં એવી અપેક્ષા નહોતી કરી. 0:16:18.145,0:16:21.508 તેમાં મજા એટલે આવી કે ખરા અર્થમાં યાદશક્તિની તાલિમ નહોતી. 0:16:21.508,0:16:24.546 તમે માત્ર તમારાં મગજની આંખો સામે પેલાં સાવે સાવ હાસ્યાપદ,ગાંડીયાં,મજેદાર, 0:16:24.546,0:16:26.975 અને સામાન્ય રીતે ભૂલી ન શકાય તેવી 0:16:26.975,0:16:29.869 પ્રતિકૃતિઓ બનાવવામાં કે કલ્પના કરવામાં 0:16:29.869,0:16:33.994 વધારે અને વધારે પ્રયત્નશીલ રહો છો. 0:16:33.994,0:16:35.577 હું પણ તેમાં જોશથી જોડાયો હતો. 0:16:35.577,0:16:42.234 આ હું છું, મારા સ્પર્ધામય યાદશક્તિ તાલીમાર્થી તરીકે પહેરવેશમાં. 0:16:42.234,0:16:44.200 એ એક જોડી કાન ઢાંકવાનાં ઢાંકણ 0:16:44.200,0:16:47.609 અને એક જોડી સલામતી ચશ્માં, જે બે ઝીણાં છીદ્રો સિવાય 0:16:47.609,0:16:50.282 આંખને ઢાંકી લે છે, 0:16:50.282,0:16:55.608 કારણકે ધ્યાનવિચલન એ સ્પર્ધામય યાદદાસ્તકારકનો સહુથી મોટો શત્રુ છે. 0:16:55.608,0:17:01.375 ફરી ફરીને હું ગયે વર્ષે જે સ્પર્ધાને આવરી લેવાનો હતો તેના પર જ પાછો આવી ચૂક્યો. 0:17:01.375,0:17:03.481 મને એમ હતું કે સહભાગી પત્રકારકત્વના ભાગરૂપે 0:17:03.481,0:17:06.783 એક પ્રયોગ તરીકે હું પણ તેમાં ભાગ લઉં. 0:17:06.783,0:17:11.304 કદાચ, મારાં સંશોધનનો એક યોગ્ય ઉપસંહાર બની રહે. 0:17:11.304,0:17:15.042 સમસ્યા એ રહી કે પ્રયોગ તીતરબીતર થઇ ગયો. 0:17:15.042,0:17:17.779 જે કોઇ રીતે ન થવુ જોઇએ તેમ થયું, 0:17:17.779,0:17:20.882 હું સ્પર્ધા જીતી ગયો. 0:17:20.882,0:17:26.731 {તાળીઓ] 0:17:26.731,0:17:28.436 હા, વ્યક્તવ્યો કે 0:17:28.436,0:17:31.263 ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ 0:17:31.263,0:17:34.357 યાદ રાખી શકવું એ સારી વાત છે, 0:17:34.357,0:17:37.133 પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો. 0:17:37.133,0:17:39.331 એ તો માત્ર તરકીબો છે. 0:17:39.331,0:17:41.333 આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે 0:17:41.333,0:17:44.516 તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત 0:17:44.516,0:17:46.292 સિધ્ધાંતો ઉપર આધારીત છે. 0:17:46.292,0:17:50.244 આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને 0:17:50.244,0:17:52.250 તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા 0:17:52.250,0:17:54.263 કે પત્તાંના સેટ્સ યાદ રખવાની 0:17:54.263,0:17:56.907 કોઇ ખાસ જરૂર નથી. 0:17:56.907,0:17:58.700 સામાન્ય રીતે, આપણે જોરદાર યાદશક્તિને 0:17:58.700,0:18:01.000 કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ, 0:18:01.000,0:18:02.890 પણ એવું હોતું નથી. 0:18:02.890,0:18:06.658 પ્રબળ યાદશક્તિ શીખી શકાય છે. 0:18:06.658,0:18:10.127 મૂળ મુદ્દે,જ્યારે આપણે કોઇ વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે તે યાદ રહી જાય છે. 0:18:10.127,0:18:13.333 જ્યારે આપણે કોઇ વાતમાં ઊંડાણથી રસ લઇએ છીએ, ત્યારે તે પણ યાદ રહે છે. 0:18:13.333,0:18:14.854 આપણે જ્યારે કોઇ માહિતિ કે અનુભવ 0:18:14.854,0:18:17.625 આપણને કઇ રીતે મદદરૂપ થઇ શકે, 0:18:17.625,0:18:19.731 કે તેનું શું મહત્વ છે કે શા માટે તે આનંદદાયક છે 0:18:19.731,0:18:22.154 તે દ્રષ્ટિએ જોઇએ છીએ કે જ્યારે આપણે 0:18:22.169,0:18:25.098 આપણા મગજમાં જે કંઇ ચાલી રહ્યું હોય 0:18:25.098,0:18:26.592 તેના સંદર્ભમાં 0:18:26.592,0:18:28.819 તેને સાંકળી લઇ શકીએ છીએ, જેમ કે શ્રીમાન બૅકર્સને બેકરીવાળા સાથે સાંકળી શકવું, 0:18:28.819,0:18:34.079 ત્યારે તે આપણને યાદ રહી જાય છે. 0:18:34.079,0:18:36.505 યાદશક્તિ મહેલ અને એના જેવી અન્ય તરકીબો 0:18:36.505,0:18:38.375 માત્ર ટુંકા-રસ્તા જ છે. 0:18:38.375,0:18:40.940 એક રીતે, ટુંકા રસ્તા પણ નહીં. 0:18:40.940,0:18:44.343 તે એટલે કામ આવે છે કારણકે તે તમને કામે લગાડી દે છે. 0:18:44.343,0:18:48.283 આપણે સામાન્યપણે કોઇ કસરત કરતી વખતે, 0:18:48.283,0:18:49.804 પ્રક્રિયાની જેટલી ઉંડાઇ 0:18:49.804,0:18:54.032 કે જેટલી કાળજી રાખીએ છીએ તેનાથી ઘણી વધારે આ તરકીબો ફરજ પાડે છે. 0:18:54.032,0:18:56.594 પણ, હકીકતે ટુંકા રસ્તા તો ક્યાંય પણ હોતા નથી. 0:18:56.594,0:18:59.450 કોઇપણ વાત આ રીતે યાદ રાખવાલાયક બનતી હોય છે. 0:18:59.450,0:19:03.593 અને જો હું કોઇ એક વસ્તુ તમારી પાસે મૂકી જવા માગું , 0:19:03.593,0:19:06.327 તો તે ઇ.પી. છે, 0:19:06.327,0:19:10.125 પેલા ભુલક્કડ, જેને એ પણ યાદ નથી કે તેને યાદ ન રહેવાની સમસ્યા છે, 0:19:10.125,0:19:11.615 જેણે મને 0:19:11.615,0:19:13.713 એ પરિકલ્પના પૂરી પાડી કે, 0:19:13.713,0:19:18.750 આપણું જીવન યાદોનો સરવાળો છે. 0:19:18.750,0:19:24.583 આપણી આસપાસની, આપણી સાથે 0:19:24.583,0:19:28.250 વાતચીત કરતી વ્યક્તિઓ પ્રત્યે 0:19:28.250,0:19:35.210 ધ્યાન ન આપીને કે જરા પણ ઉંડાણમાં ન જવા 0:19:35.210,0:19:39.008 જેટલા આળસુ થઇ જઇને, આમ પણ ટુંકી જીંદગીમાં,આપણી બ્લૅકબૅરીમાં 0:19:39.008,0:19:40.583 કે આઇ-પૉડમાં 0:19:40.583,0:19:42.654 ખોવાઇ જવાની કેટલી 0:19:42.654,0:19:46.344 તૈયારી છે? 0:19:46.344,0:19:48.788 મને જાતે 0:19:48.788,0:19:52.185 જાણવા મળ્યું કે આપણામાં કલ્પી ન શકાય તેટલી યાદશક્તિ 0:19:52.185,0:19:54.188 છૂપાયેલ પડી છે. 0:19:54.188,0:19:57.585 પરંતુ જો તમારે યાદગાર જીવન જીવવું હોય, 0:19:57.585,0:19:59.971 તો તમારે એવી વ્યક્તિ બનવું પડશે 0:19:59.971,0:20:02.937 જે યાદ કરવાનું યાદ રાખે છે. 0:20:02.937,0:20:04.706 આભાર. 0:20:04.706,0:20:07.796 [તાળીઓ]